ભગવાન વિષ્ણુના સાતમા અવતાર અને સમગ્ર હિન્દુ સમાજના આદર્શ એટલે મર્યાદા પુરુષોતમ ભગવાન શ્રીરામ એમના પ્રાગટ્ય દિવસ એટલે ચૈત્ર શુદ નવમી નો દિવસ આગામી 6 એપ્રિલ 2025 ના રોજ આ પવિત્ર દિવસ આવી રહ્યો છે ત્યારે સમગ્ર હિન્દુ સમાજમાં આ તહેવાર ઉજવવા અનેરો ઉત્સાહ વર્તાઈ રહ્યો છે ઠેર ઠેર ભગવાન શ્રીરામના પ્રાગટ્ય દિવસની ઉજવણીની ભવ્ય તૈયારીઓ થઈ રહી છે રાજમાર્ગો શેરીઓ અને ગલીઓમાં શણગાર થઈ રહ્યો છે આ ભવ્ય ઉત્સવ કેશોદમાં પણ ભવ્ય રીતે ઉજવામાં આવે છે આ તહેવાર ખૂબ નજીક આવી રહ્યો છે ત્યારે કેશોદ અને કેશોદ વિસ્તારના ધર્મ પ્રેમીઓ દ્વારા આ ભવ્ય અવસરની તડામાર તૈયારીઓ થઈ રહી છે.. વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ માતૃશક્તિ દુર્ગા વાહીની ભારત વિકાસ પરિષદ આઝાદ કલબ જેવા અનેક ધાર્મિક, સામાજિક અને સેવાકી સંગઠનો આ કાર્યને સફળ બનાવવા ખંભે ખંભો મિલાવીને ભવ્ય તૈયારીઓ કરી રહ્યા છે આ શોભાયાત્રાના ફલોટ માટે અનેક સમાજો અને સંગઠનો નો તૈયારીઓ કરી રહ્યા છે આ દિવસ કેશોદ માટે એક સવિશેષ ગૌરવ રૂપ કાર્યક્રમ પણ થઈ રહ્યો છે આ દિવસે સવારે 10:00 વાગ્યે ચાર ચોક મુકામે ભગવાન શ્રીરામની એક વિશાળ ભવ્યથી ભવ્ય પ્રતિમા નું અનાવરણ પણ થઈ રહ્યું છે આ ભવ્ય અને દિવ્ય ક્ષણના સાક્ષી બનવું એ પણ એક લહાવો છે આ સમગ્ર કાર્ય માટે સમગ્ર હિન્દુ સમાજ પૂરજોશમાં તૈયારીઓ કરી રહ્યો છે ત્યારે મીડિયાના માધ્યમથી કેશોદ તથા કેશોદ વિસ્તારના હિન્દુ ધર્મપ્રેમી લોકોને આ દિવસના તમામ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સમગ્ર હિન્દુ સમાજ વતી સૌને ભાવભરું આમંત્રણ પાઠવેલ છે કેશોદ માં સૌથી મોટી શોભાયાત્રા યોજાય તેવું આયોજન કરવામાં આવ્યું છે
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ