
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલ શિવમ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સત્ય સાંઈ લક્ષ્મી મોહન વિદ્યાલય તથા શ્રી સત્ય સાંઈ સ્કૂલ ઓફ નર્સિંગ મહુવાસમાં ૭૬માં ગણતંત્રદિનની ઉજવણી હર્ષોલ્લાસ થી કરવામાં આવી..
શ્રી સત્ય સાંઈ લક્ષ્મી મોહન વિધાલય મહુવાસ ખાતે ૭૬ માં ગણતંત્ર દિનની ઉજવણી નવસારી જિલ્લા પંચાયત ન્યાય સમિતિના અધ્યક્ષ બાપજુભાઈના હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. અને અતિથિ વિશેષ તાલુકા પંચાયત સદસ્ય શ્રીમતી કલ્પના મેડમ, ગુપ્તેશ્વર મહાદેવ મંદિર ભૂતસરના ટ્રસ્ટીશ્રીઓ છીબુભાઈ ઠાકોર, ડૉ.મયુરભાઈ સોલંકી, કમલેશભાઇ પરમાર, જશવંતભાઈ, વિજયભાઈ તેમજ વાલીમિત્રો ઉપસ્થિત રહ્યા હતા. ધ્વજ વંદન કર્યા બાદ બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં શોર્યગીત, પિરામિડ ડાન્સ અને દેશભક્તિ ગીતો રમઝટ જમાવી ઉપસ્થિત તમામને દેશભક્તિના રંગમાં તરબોળ કરી દીધા હતા.તેમજ નાના નાના ભૂલકાઓએ ખૂબ જ સરસ એક પાત્ર અભિનયની રજૂઆત કરી હતી આ પર્વે બાપજુભાઈ એ વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય પર્વ ગણતંત્ર દિવસ વિશે માહિતી આપી હતી. તેમજ શાળા પરિવારના કલ્પના મેડમ દ્વારા બાળકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના વિકસે એવી વિસ્તૃત માહિતી આપી હતી. શાળાના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ.કમલેશસિંહ ઠાકોર તેમજ ટ્રષ્ટના મંત્રી શ્રીમતી નીતાબેન સોલંકી એ પ્રજાસત્તાક દિવસ અનુરૂપ શાબ્દિક સંદેશો પાઠવ્યો હતો. શાળાના કેમ્પસ ડાયરેક્ટર દિશાંત ઠાકોર એ પણ ગણતંત્ર દિન નિમિત્તે વ્યક્તવ્ય રજૂ કરી વિદ્યાર્થીઓ તેમજ વાલીશ્રીઓને બંધારણ વિશે વિસ્તૃત માહિતી આપી માહિતગાર કર્યા હતા.શાળાના શિક્ષિકા દિવ્યાબેન ઠાકોરે પણ આ પર્વ વિશે માહિતી આપી હતી. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના કેમ્પસ ડાયરેક્ટર દિશાંત ઠાકોર,ટીમસી મેડમ અને શાળાના આચાર્ય હર્ષા મેડમ, નર્સિંગ કૉલેજના આચાર્ય દામિની મેડમ,જિનાલી મેડમ તથા રામસિંગભાઈ સહિત સ્ટાફગણ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો મોટી સંખ્યામાં વાલીમિત્રો ઉપસ્થિત રહી કાર્યક્રમને શોભાવ્યો હતો.




