GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: જામજોધપુરના કન્યા વિદ્યાલય ખાતે ‘પ્લાસ્ટિક પ્રદૂષણના અંત’ અભિયાન અંતર્ગત સફાઇ ઝુંબેશ હાથ ધરાઈ

તા.૭/૭/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: જામજોધપુર નગરપાલિકા દ્વારા નગરપાલિકા સંચાલિત કન્યા વિદ્યાલય – જામજોધપુર ખાતે “Ending Plastic Pollution” અભિયાન અંતર્ગત સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીનીઓની જનભાગીદારી થકી શાળા પ્લે ગ્રાઉન્ડની સફાઈ કરી કચરાને દુર કરવામાં આવ્યો હતો.

શિક્ષકો દ્વારા વિદ્યાર્થીનીઓને સિંગલ યુઝ પ્લાસ્ટિક એટલે પ્લાસ્ટિક ગ્લાસ, પ્લાસ્ટિક કટલરી, કેરીબેગ વગેરે પર સરકારશ્રી દ્વારા પ્રતિબંધ મુકવામાં આવેલ છે તે અંગે માહિતગાર કરી પ્લાસ્ટિક વસ્તુની અવેજીમાં ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ જેમકે કાપડની થેલી, ઝાડના પાન અને લાકડાંમાંથી બનતા થાળી, વાટકા વગેરે વિકલ્પો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ અભિયાનમાં શાળાની વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

Back to top button
error: Content is protected !!