પાલનપુરમાં માનસરોવર બ્રિજ પાસે જોખમી ખાડા ન પૂરતા શહેરના જાગૃતિ યુવાનોએ આ ખાડા પૂરવાનું અભિયાન છેડ્યું
16 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુરમાં માનસરોવર બ્રિજ પાસે જોખમી ખાડા ન પૂરતા શહેરના જાગૃતિ યુવાનોએ આ ખાડા પૂરવાનું અભિયાન છેડ્યું.પાલનપુર નગરપાલિકા શહેરના વિવિધ કામગીરીને કોઈ નક્કર કામો ન થતા શહેરના લોકો રોષ જોવા મળી રહ્યો છે આ શહેરના માન સરોવર તળાવ પાસે આશરે અઢી મહિના પહેલા બ્રિજ ઉપર વિવિધ જગ્યાએ ખાડા પડી જતા અહીં પસાર થતા વાહનચાલકોને અકસ્માતની ભિતી સેવાઇ રહી હતી જોકે આ ખાડા ન પૂરાતા શહેરના કેટલાક જાગૃત નાગરિકોએ સિમેન્ટ તેમજ અન્ય સામગ્રી લઈને આ ખાડા પુરી અભિયાન છેડતા આ રસ્તે આવતા જતા લોકોએ આ કામગીરી બિરદાવી હતી. પાલનપુર માનસરોવર તળાવ નજીક બ્રિજ પસાર થઈ રહ્યો છે તાજેતરમાં પડેલા વરસાદને લઈને આ બ્રિજ ઉપર અનેક સ્થળે નાના-મોટા ગાબડા પડી જતા કેટલા ખાડામાં તો લોખંડના સળિયા ખુલ્લા જોવા મળ્યા હતા જોકે જવાબદાર વ્યક્તિઓએ છેલ્લા અઢી મહિનાથી આ ખાડાઓ ની મરામત ના કરતા આ રસ્તે જતા વાહન ચાલકો માટે જોખમી બનાવ્યા હતા આ શહેરના જાગૃત ડો.રવી સોની તરીકે જાણીતાજાગૃત યુવાને તેમના મિત્ર સાથે જેમાં જીગ્નેશ પરમાર પ્રકાશચંદ્ર. ધવલ રાવલ્. આ લોકોએ ભેગા મળીને સિમેન્ટ કોંક્રેટ અન્ય સામગ્રી લઈને આ ખાડા પૂરતા જે કામ પાલિકાએ કરવું જોઈએ તે કામ આ કામ શહેરના યુવાનોએ કામ કરતા અહીં પસાર થતાં લોકોએ તેમને પ્રશંસા કરી હતી. તસવીર- અહેવાલ દીપકભાઈ રાવલ.