GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ બોરૂ ટર્નિંગ પાસે મહાકાય ટેન્કર રોડ ની વચ્ચોવચ ખોટકાતા બન્ને બાજુના રોડ ઉપર દુર દુર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા.

 

તારીખ ૦૭/૧૨/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ બોરૂ ટર્નિંગ પાસે મહાકાય ટેન્કર રોડ વચ્ચે ખોટકાય જતા ટ્રાફિક જામ ના દ્રષ્યો સર્જાયા હતા જેના કારણે દૂર દૂર સુધી બન્ને બાજુ વાહનોની લાંબી લાઈનો ની કતારો લાગી હતી કાલોલ બોરૂ ટર્નિંગ પાસે અવારનવાર ટ્રાફિક જામના કારણે રાહદારીઓ તેમજ પાવાગઢ દર્શન કરવા જતાં ભક્તો નો કિંમતી સમય વેડફાતો હતો જેનું નિરાકરણ લાવવા માટે પંચમહાલ જીલ્લા સાંસદ સભ્ય રાજપાલસિંહ જાદવ તેમજ સ્થાનિક રહીશો દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર પત્ર આપી નવા કટ ની માંગણી કરવામાં આવી હતી ત્યારબાદ જીલ્લા કલેક્ટર તેમજ પંચમહાલ જીલ્લા સાંસદ સભ્ય દ્વારા સ્થળ ની મુલાકાત લેવામાં આવી અને સ્થળ ઉપર રોડ ઓથોરિટી ના અધિકારીઓ ને સ્થળ ઉપર બોલાવી ટ્રાફિક ની સમસ્યાઓ દૂર કરવા નવો કટ બનાવવા આદેશ આપ્યો હતો અને ત્યાર બાદ નવો કટ મૂકી જાહેર માર્ગ ખુલ્લો મુક્યો હતો જેના કારણે કેટલીક ટ્રાફિક ની સમસ્યાઓ દૂર થઈ હતી ત્યારે આજરોજ ઇનોક્સ કંપની તરફ જતું એક મહાકાય ટેન્કર રોડની મધ્યમાંજ નીચે ઉતરી જતા બંને તરફનો ટ્રાફિક પ્રભાવિત થયો હતો અને વાહન ચાલકોની લાંબી લાઈનો ની કતારો લાગી હતી કેટલાક વાહન ચાલકો રોંગ સાઈડ થી જતા જોવા મળ્યા હતા જેના કારણે વધુ ટ્રાફિક ની સમસ્યાઓ સર્જાઈ હતી અને કેટલાક વાહન ચાલકો રોંગ સાઈડ જવાના કારણે કાલોલ બોરૂ ટર્નિંગ પાસે ટ્રાફિક જામ થયો. બન્ને બાજુ વાહનોની લાંબી લાઈનો ની કતારો લાગી હતી.

Back to top button
error: Content is protected !!