બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
નેત્રંગ પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ગુમ થયેલ રૂપિયા એક લાખ બાવીસ હજાર થી વધુના કુલ આઠ મોબાઇલ શોધી કાઢી મુળ માલિકને પરત કર્યા છે.
ટેલિકોમ મંત્રાલયના www.ceir.gov.in પોર્ટલના ઉપયોગ દ્વારા જીલ્લામાં ગુમ કે ચોરી થયેલ મોબાઇલ ફોન શોધી કાઢવા તેમજ આવા બનાવો અટકાવવા માટે CEIR પોર્ટલનો વધુ ઉપયોગ કરવા સુચનાને આધારે નેત્રંગના પોલીસ ઇન્સ્પેકટર આર.સી.વસાવાએ સર્વેલન્સ સ્ક્વોડની ટીમે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સુચના આપેલ .જે અનુસંધાને CEIR પોર્ટલની મદદથી ગુમ થયેલ રૂ..1,22,987/- ની કિંમત ના આઠ મોબાઇલ રિકવર કરી મુળ માલીકોને પરત કરી “પોલીસ પ્રજાનો મિત્ર” સુત્રને સાર્થક કર્યું.