BHARUCHGUJARATNETRANG

નેત્રંગ તાલુકા જાગૃત વકીલ અને નેત્રંગ નગર અગ્રણી સ્નેહલ પટેલ દ્વારા ભરૂચ જીલ્લા સાંસદ ને અને ઝઘડિયા વિધાનસભાના ધારસભ્ય ને પત્ર લખવામાં આવ્યો,

 

 

બ્રિજેશકુમાર પટેલ, નેત્રંગ

તા.૦૩/૧૨/૨૦૨૪

 

નેત્રંગ તાલુકા જાગૃત વકીલ અને નેત્રંગ નગર ના અગ્રણી સ્નેહલકુમાર. એન. પટેલ દ્વારા ભરૂચ જીલ્લા સાંસદ મનસુખભાઇ વસાવા અને ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રિતેશભાઇ વસાવાને પત્ર લખીને જણાવ્યું કે આદિવાસી જન હિત સમુદાય માટે એવી રજુઆત કરવામાં આવી કે કાયદાની આટીઘુટીઓમાં તેમજ અર્થઘટન યોગ્ય/સચોટ ન હોવાના કારણે ક્યાંક ન્યાય તથા અન્યાય સહન કરવાનો વારો આ આદીવાસી સમુદાયના લોકોને ન કરવો પડે તે હેતુથી કોર્ટ ફ્રી એક્ટના ૨૦૧૪ ના સુધારાની અંદરના અર્થઘટન અંગે અશમજણ હોય તે માટે આદિવાસી હોય પરંતુ BPL રેખામા આવતા હોય તેને જ કોર્ટ ફ્રી માફી મળે બાકીના તમામ આદિવાસી ભાઇઓએ કોર્ટ ફ્રી ફરજીયાત ભરવી પડે આવેલ છે. તે બાબતની રજુઆત લેખીતમાં સરકારને ઘ્યાનપર લેવા માટે આપ સાહેબને મોકલેલ છે. જેથી આ વિસ્તાર ના કેટલાક આદિવાસી ભાઇઓએ અમોને આ બાબતની જાણ કરતા જેથી અમોએ આપ સાહેબને આ લેખીતમાં રજુઆત ઘ્યાને લેવા અરજ કરી.

Back to top button
error: Content is protected !!