- તા. ૨૩.
૦૭.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Sanjeli:સંજેલી ની ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી ખાતે નવોદય પ્રવેશ ફોર્મનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું
સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી કાર્યરત છે જેમાં નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવે છે. હાલ અંદાજે રેગ્યુલર બેન્ચમાં 70 જેટલા વિદ્યાર્થીઓ નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરી રહ્યા છે ત્યારે ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી – મોરા – સુખસર તાલીમ કેન્દ્રોના સંચાલક દિલીપકુમાર એચ. મકવાણા દ્વારા નવોદય ફોર્મનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. એકલવ્ય સ્કૂલના તજજ્ઞ શિક્ષક સંગાડા જીગ્નેશભાઈ દ્વારા નવોદય પ્રવેશ ફોર્મકેવી રીતે ભરવું તેની સમજ બાળકોને આપી હતી. આમ ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી ખાતે નવોદય વિદ્યાલય પ્રવેશ ફોર્મનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતુ