BHUJGUJARATKUTCH

ભુજથી પાલીતાણા વાયા રાજકોટ નવીન સ્લીપર બસ સેવા પ્રારંભ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ,તા-૨૭ માર્ચ : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, ભુજ વિભાગ દ્વારા પ્રવાસી માંગણી તેમજ પ્રવાસીઓના ઘસારાને અનુલક્ષીને ભુજ થી પાલીતાણા વાયા રાજકોટ ને જોડતી નવીન સ્લીપર બસ સેવા તા. 26.03.2026, ગુરુવાર થી ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલના વરદ હસ્તે અને જૈન સમાજના અગ્રણીઓ ની હાજરીમાં પ્રસ્થાન કરાવેલ છે જેનો લાભ પ્રવાસી જનતાને મળશે.ભુજથી પાલીતાણા બસ દરરોજ ભુજથી સાંજે 16:45 કલાકે ઉપડી પાલીતાણા સવારે 02:45 કલાકે પહોંચશે તેમજ પાલીતાણા થી સાંજે 20:00 કલાકે ઉપડી ભુજ સવારે 05:50 કલાકે પહોંચશે. આ સ્લીપર બસ સેવાનું પ્રવાસીઓ માટે એકતરફી ભાડુ ભુજથી પાલીતાણા રૂ. 455/- રહેશે.વધુમાં ભુજથી અમદાવાદ વાયા શંખેશ્વર બસ દરરોજ ભુજથી સાંજે 18:30 કલાકે ઉપડી અમદાવાદ સવારે 05:00 કલાકે પહોંચશે તેમજ અમદાવાદ થી સાંજે 18:00 કલાકે ઉપડી સવારે 04:30 કલાકે વાયા શંખેશ્વર થઈને ભુજ પહોંચશે. આ સ્લીપર બસ સેવાનું પ્રવાસીઓ માટે એકતરફી ભાડુ ભુજથી અમદાવાદ રૂ. 463/- રહેશે જેનો પ્રારંભ તા. 01.04.2026, બુધવાર થી થશે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, ભુજ વિભાગ દ્વારા ચાલુ કરેલ ભુજ- પાલીતાણા સ્લીપર બસ સેવા ભુજથી ઉપડી વાયા અંજાર, ગાંધીધામ, મોરબી, રાજકોટથી પાલીતાણા રૂટ પર ચાલશે. તેમજ 01.04.2026 થી શરૂ થતી ભુજ- અમદાવાદ સ્લીપર બસ સેવા ભુજથી ઉપડી વાયા અંજાર, ગાંધીધામ, રાધનપુર, શંખેશ્વર થી અમદાવાદ રૂટ પર ચાલશે. જેમાં સૌરાષ્ટ્ર તેમજ ઉતર ગુજરાત તરફના પ્રવાસીઓને મહત્તમ લાભ મળી રહેશે તેમજ આ સેવાની ટિકીટ એસ.ટી. દ્વારા નિમવામાં આવેલ બુકીંગ એજન્ટ, GSRTC Official મોબાઈલ એપ, તથા નિગમની વેબસાઈટ www.gsrtc.in ઉપરથી પણ ઓનલાઈન ટિકિટનું બુકિંગ કરી શકશે. જેથી સર્વે મુસાફર જનતા આનો બહોળો લાભ લઈ શકે તેવું વિભાગીય નિયામક એસ.ટી.ભુજ વિભાગની અખબારી યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!