થરા માર્કેટયાર્ડ ખાતે નૂતનવર્ષ નિમિત્તે ભાજપા દ્વારા સ્નેહમિલન સમારોહ યોજાયો..
થરા માર્કેટયાર્ડ ખાતે નૂતનવર્ષ નિમિત્તે ભાજપા દ્વારા સ્નેહમિલન સમારોહ યોજાયો..

થરા માર્કેટયાર્ડ ખાતે નૂતનવર્ષ નિમિત્તે ભાજપા દ્વારા સ્નેહમિલન સમારોહ યોજાયો..
ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે માર્કેટ યાર્ડમા થરા શહેર ભાજપ દ્વારા નૂતન વર્ષ નિમિત્તે બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને સ્નેહ મિલન સમારોહ આજરોજ તા.૦૧/૧૧/૨૦૨૫ ના રોજ સાંજે રાજ્યસભા પૂર્વસાંસદ દિનેશભાઈ અનાવાડિયા (પ્રજાપતિ),થરા માર્કેટયાર્ડના વાઈસ ચેરમેન કિરીટભાઈ અખાણી,થરા સ્ટેટમાજી રાજવી એવમ થરા નગર પાલિકા પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, કારોબારી ચેરમેન રસિકભાઈ પ્રજાપતિ,કોર્પોરેટર મહેન્દ્રસિંહ વાઘેલા,વિક્રમસિંહ વાઘેલા, ડૉ. રાજેશ કે.બ્રહ્મભટ્ટ,રાષ્ટ્રીય પ્રવક્તા સંતશ્રી ગુરૂ રવિદાસ વિશ્વ મહાપિઠ દિલ્હી પ્રવીણભાઈ પરમાર, થરા શહેર ભાજપ પ્રમુખ દિનેશજી ઘાંઘોસ, પૂર્વપ્રમુખ કનુભાઈ ઠક્કર, ભુપેન્દ્રસિંહ પરમાર,મહામંત્રી રાઘવેન્દ્ર જોશી,અલ્પેશભાઈ શાહ,રાયમલભાઈ પટેલ, રાજુભાઈ અણદાભાઈ ચૌધરી, નિરંજનભાઈ સોની, સોમાજી જગાણી, ઈશુભા વાઘેલા સહીત વિશાળ સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકરોની ઉપસ્થિતમાં સ્નેહમિલન સમારોહ યોજાયો હતો.શાસ્ત્રી રાધવેન્દ્ર જોશી ના મુખારવિંદે મંત્રોચ્ચાંર સાથે દીપ પ્રાગટય કરી અલ્પેશભાઈ શાહે શાબ્દિક શબ્દો દ્વારા સ્વાગત કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. પધારનાર દરેક મહેમાનોનું ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું.ઉપસ્થિત મહાનુભાવોએ પ્રાસંગિક પ્રવચન કરી દરેકને નવા વર્ષના અભિનંદન પાઠવ્યા હતા.ભોજન પ્રસાદ લઈ સૌ છુટા પડ્યા હતા.
નટવર.કે.પ્રજાપતિ,થરા
મો.૯૯૭૮૫ ૨૧૫૩૦





