કાલોલ ભડીયાદરા પીર પાસેની પાણીની ટાંકી નીચે ગંદકીના સમાચાર વાત્સલ્યમ્ સમાચારમાં પ્રસિદ્ધ થતા તંત્ર દોડતું થયું.

તારીખ ૨૨/૦૮/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
ગતરોજ કાલોલ નગરપાલિકાના વોર્ડ નંબર પાંચમા સમાવિષ્ઠ ભડીયાદરા પીર પાસેની પાણીની ટાંકી નીચે સાફસફાઇ અને ગંદકીના સમાચાર તારીખ ૨૧/૦૮/૨૦૨૫ રોજ વાત્સલ્યમ્ સમાચારમાં પ્રસિદ્ધ થતા ત્યારબાદ કાલોલ નગરપાલિકા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સત્વરે કચરો સાફ કરી ગંદકી દૂર કરવા માટે સુચના આપી હતી અને પાણીની ટાંકી ના વાલ પાસેના આજુબાજુમાં ભારે કચરો હોય ગંદકીને કારણે મચ્છર જન્ય જીવલેણ બીમારી સર્જે તેવા સંજોગોમાં ગંદકી ની સાફસફાઇ માટે જવાબદાર અધિકારીઓ આ બાબતે સત્વરે ધ્યાન આપી તાત્કાલિક અસરથી સાફસફાઈ કરવામાં આવતા સ્થાનિક રહીશોએ આરોગ્ય વિભાગ સહિત જવાબદાર તંત્ર અને સ્થાનિક પ્રત્રકારોનું આભાર વ્યક્ત કર્યો હતો અત્રે ઉલ્લેખનીય છેકે ભડીયાદરા પીરની દરગાહ અને દરગાહ પાસેના વિસ્તારમાં નિયમિત રીતે સાફસફાઈની કાર્યવાહી કરવા જવાબદાર તંત્ર આરોગ્ય વિભાગને સુચના આપવામાં આવે તેવું સ્થાનિક રહીશોએ જણાવ્યું છે.નિયમિત સાફસફાઈ કરવામાં આવે તો ગંદકી તેમજ મચ્છરો અને માખી નું ઉપદ્રવ અટકે તેના માટે દવાનું છંટકાવ કરાવી નિયમિત રીતે સાફસફાઈ કરવા માટે આવશે તેવી આશા સ્થાનિક રહેવાસીઓએ વ્યક્ત કરી હતી.








