આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસની ઉજવણી અંતર્ગત અમદાવાદના વન વિભાગ દ્વારા એનજીઓનો સન્માન
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ – આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસના અવસરે અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આવેલા વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ સેન્ટર ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન અમદાવાદના વન વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના વન્યજીવોના સંરક્ષણ માટે કાર્યરત સંસ્થાઓ અને કરુણા અભિયાનમાં સહભાગી રહેનાર વિવિધ એનજીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ અવસરે વન વિભાગ દ્વારા જૈવ વિવિધતાનું મહત્વ સમજાવતું સંદેશ આપતાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગને ઘટાડવા અને પર્યાવરણને અનુકૂળ વ્યવહાર અપનાવવાની અપીલ કરવામાં આવી હતી. સાથે જ આગામી 5 જૂને વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે નિમિત્તે વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા માટે નાગરિકોને પ્રોત્સાહન આપ્યું હતું.
વિશિષ્ટ ઉપસ્થિતિમાં યોજાયેલ આ કાર્યક્રમે પ્રકૃતિપ્રેમીઓમાં જૈવ વિવિધતાની સંરક્ષણ જાગૃતિ વધારવાનું એક મજબૂત મંચ પૂરું પાડ્યું હતું.