સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે નાયબ મુખ્ય દંડકના અધ્યક્ષસ્થાને વઢવાણ વિધાનસભાના વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ
જિલ્લા કલેકટર, મ્યુનિસિપલ કમિશનર, સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા

તા.21/08/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
જિલ્લા કલેકટર, મ્યુનિસિપલ કમિશનર, સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા
નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી, સભાખંડ ખાતે વઢવાણ વિધાનસભાના વિકાસ કાર્યોની એક સમીક્ષા બેઠક યોજાઇ હતી આ બેઠકમાં દંડકએ વિવિધ વિકાસ કાર્યોની વિસ્તૃત માહિતી મેળવી સમીક્ષા હાથ ધરી હતી બેઠકમાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ માર્ગ અને મકાન વિભાગ, જેટકો, મહાનગરપાલિકા, વન વિભાગ સહિતના વિભાગો દ્વારા હાથ ધરાયેલી કામગીરી વિશે સવિસ્તાર માહિતી મેળવી હતી વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા રોડ, રસ્તાઓ તાત્કાલિક ધોરણે સમારકામ-મરામત કરવા, પી.જી.વી.સી.એલ. વિભાગને વીજ પુરવઠો નિયમિત અને અવિરત જળવાઈ રહે તે માટે જરૂરી પગલાં લેવા જણાવ્યું હતું ખેડૂતોને કૃષિ કાર્યો માટે પૂરતો વીજપૂરવઠો અને તેમની વીજ સંબંધિત સમસ્યાનું ત્વરિત નિરાકરણ કરવા સૂચનાઓ આપી હતી વધુમાં તેમણે વન વિભાગને આગામી વન મહોત્સવ કાર્યક્રમની પૂર્વ તૈયારીઓ વિશે જાણકારી મેળવી માર્ગદર્શન આપ્યું હતું પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષારોપણના કાર્યક્રમને વધુ અસરકારક બનાવવા મહત્તમ જન ભાગીદારી સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું મહાનગરપાલિકા વિસ્તાર વિશેની વાત કરતા વધુમાં તેમણે ઉમેર્યું હતું કે મહાનગરપાલિકા વિસ્તારમાં રોડ-રસ્તા, ગટર, પાણી, સફાઈ, બ્યુટીફિકેશન સહિતની પાયાની સુવિધાઓ નાગરિકોને સુનિયોજિત રીતે મળે તે માટે યોગ્ય આયોજન સાથે કાર્ય કરવું ખૂબ જ જરૂરી છે નાગરિકોની રજૂઆતોનું ત્વરિત નિરાકરણ થાય અને જનતાને કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય તે માટે તમામ વિભાગોને સજ્જ રહેવા તાકીદ કરી હતી આ બેઠકમાં જિલ્લા કલેકટર રાજેન્દ્રકુમાર પટેલ, મ્યુનિસિપલ કમિશનર નવનાથ ગ્વહાણે, નિવાસી અધિક કલેકટર રાજેન્દ્ર ઓઝા, પ્રાંત અધિકારી મેહુલ ભરવાડ સહિત જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.





