વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ વર્ષે પણ ‘સ્વચ્છ ભારત મિશન’ની ઉજવણીના ભાગરુપે સમગ્ર દેશમાં “સ્વચ્છતા હી સેવા અભિયાન : સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા” અભિયાનનું આહ્વાન કર્યું છે. આ અભિયાન અંતર્ગત સ્વચ્છ ભારત મિશનના “સ્વચ્છતા હી સેવા” અંતર્ગત નવસારી જિલ્લાની નગરપાલિકાઓમાં રાત્રિ સફાઇ કરવામાં આવી હતી.
“સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત ગણદેવી, બીલીમોરા અને નવસારી નગરપાલિકા દ્વારા સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. નગરપાલિકાઓ દ્વારા શહેરના છાપરા રોડ, મંગલીયાવાડ, પંચ હાટડી, ગાંધી માર્કેટ, ગણદેવી નગરપાલીકાની તોરણગામ, સામુહિક આરોગ્ય કેન્દ્રની આસપાસ, સ્ટેશન રોડ, બીલીમોરા નગરપાલીકાના એસ.વી.પટેલ રોડ, ગોહરબાગ રોડ જેવા વિવિધ વિસ્તારોમાં રાત્રિ સફાઇ હાથ ધરવામાં આવી હતી.