GUJARATKUTCHMUNDRA

મુન્દ્રાની એસ.ડી. શેઠિયા કોલેજના માર્ગદર્શન હેઠળ નિકુંજભાઈ વાગડિયાને ડોક્ટરેટની ઉપાધિ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.

મુન્દ્રા તા.22 : રાજકોટ-વેરાવળ શાપરની ફિલ્ડ માર્શલ ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષક નિકુંજભાઈ વાગડિયાને ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી દ્વારા ડોક્ટર ઓફ ફિલોસોફી (પી.એચ.ડી.)ની ઉપાધિ એનાયત કરવામાં આવી છે.

નિકુંજભાઈએ પોતાના સંશોધન માટે “આગિયારમાં ધોરણના નામાના મૂળતત્ત્વો વિષયના વ્યવહારોની બેવડી અસર અને ખાતાના પ્રકારો એકમના અધ્યાપન માટે અભિક્રમિત અધ્યયન કાર્યક્રમની સંરચના અને અસરકારકતા” વિષય પસંદ કર્યો હતો. આ મહાશોધ નિબંધ મુન્દ્રાની એસ.ડી. શેઠિયા બી. એડ. કોલેજના સહપ્રાધ્યાપક ડૉ. દિપક આર. પંડ્યાના માર્ગદર્શન હેઠળ તૈયાર થયો હતો.

આ સફળતા પાછળ શિક્ષણ શાસ્ત્ર ભવનના અધ્યક્ષ પ્રો. બકરાણીયા તથા સમગ્ર સ્ટાફનો સહકાર પણ મહત્વપૂર્ણ રહ્યો હતો.

નિકુંજભાઈની સિદ્ધિ પર કચ્છ જિલ્લાના શિક્ષણ જગતમાંથી અભિનંદન વર્ષા થઈ રહી છે તથા તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવાઈ રહી છે.

Back to top button
error: Content is protected !!