નસવાડી તાલુકાના સિન્દી કુવા જુથ ગ્રામ પંચાયત માં તલાટી ક્રમ મંત્રી દ્વારા નીલગીરી નું કૌભાંડ…

ઉચ્ચ અધિકારીઓ પાસે તપાસની માંગ કરવામાં આવી.છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના સિન્દી કૂવા ગ્રામ પંચાયત ના તલાટી ક્રમ મંત્રી પર 30. લાખ ની નિલગીરી 18. લાખ મા વેચી ને રોકડી કરી ના આક્ષેપ લગાવતા રોઝીયા ગામ ના લોકો.
મળતી માહિતી મુજબ છોટાઉદેપુર જિલ્લા ના નસવાડી તાલુકાના ના સિન્દી કૂવા ગ્રુપ ગ્રામ પંચાયત ના હદ માં આવેલા રોઝીયા ગામ ના સર્વ નંબર 110 ના 8 એકર જમીન માં વાવેલી નીલગીરી ના ઝાડ નંગ 1604 સિંધી કૂવા ગ્રામ પંચાયત ના તલાટી ક્રમ મંત્રી અને પંચાયત ના સદસ્યો દ્વારા પંચાયત મા ઠરાવ કરી રોઝીયા ગામ ના લોકો ને વિશ્વાસ માં લઇ નિલગીરી ની હરાજી કરવામાં આવી હતી.
રૂપિયા 30 લાખની નીલગીરી 18 લાખમાં વેચી તલાટી ક્રમ મંત્રી એ પોતાના સ્વાર્થમાં વેચાણ કર્યાની છોટાઉદેપુર જિલ્લા કલેકટર
નસવાડી તાલુકા મામલતદાર અને નસવાડી તાલુકા વિકાસ અધિકારીને યોગ્ય તપાસ કરવા લેખિતમાં ફરિયાદ કરી છે.
રીપોર્ટર અંજુમ ખત્રી છોટાઉદેપુર




