BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ને.હા.48 પર નબીપુર નજીક બે ટેમ્પો વચ્ચે અકસ્માત, સદનશીબે કોઈ જાનહાની નહીં, ટ્રાંફિક જામ સર્જાયો…

સમીર પટેલ, ભરૂચ

ને.હા.48 ઉપર નબીપુર અને અસુરીઆ ની વચ્ચે આજે સવારે ભરૂચ તરફ જવાના માર્ગ ઉપર બે ટેમ્પો વચ્ચે માર્ગ અકસ્માત સર્જાયો હતો. કડી થી સુરત તરફ કપચી ભરીને જઈ રહેલા એક આઇસર ટેમ્પો બીજા આઇસર ટેમ્પો સાથે ભટકાતા બંને ટેમ્પો રોડ ઉપર પલટી ગયા હતા જેના કારણે નેશનલ હાઇવે ઉપર ટ્રાંફિક જામ સર્જાયો હતો. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી. ઘટનાની જાણ થતાંજ સ્થાનિક પોલીસ અને ભરૂચ ટ્રાફીક પોલીસ ઘટના સ્થળે પહોંચી જઈ ટ્રાફીક હળવો કરવાની કવાયતમાં કરી હતી.

Back to top button
error: Content is protected !!