GUJARATJUNAGADH

જૂનાગઢ ખાતે ભારત સરકારના વિચરતી વિમુક્ત સમુદાયના વિકાસ અને કલ્યાણ બોર્ડના સભ્ય ભરતભાઈ પટણીના અધ્યક્ષ સ્થાને વિચરતી વિમુક્ત જાતિ સમુદાયની શિબિર યોજાઈ

જૂનાગઢ ખાતે ભારત સરકારના વિચરતી વિમુક્ત સમુદાયના વિકાસ અને કલ્યાણ બોર્ડના સભ્ય ભરતભાઈ પટણીના અધ્યક્ષ સ્થાને વિચરતી વિમુક્ત જાતિ સમુદાયની શિબિર યોજાઈ

ભારત સરકારના સામાજિક અને ન્યાય અધિકારિતા મંત્રાલય હેઠળના વિચરતી વિમુક્ત સમુદાયના વિકાસ અને કલ્યાણ બોર્ડના સભ્ય ભરતભાઈ પટણીના અધ્યક્ષ સ્થાને જૂનાગઢ ખાતે વિચરતી વિમુક્ત જાતિ સમુદાયની શિબિર યોજાઇ હતી.જૂનાગઢ સર્કિટ હાઉસ ખાતે આયોજિત આ શિબિરનો આશય સ્પષ્ટ કરતા શ્રી ભરતભાઈ પટણીએ જણાવ્યું હતું કે, વિચરતી વિમુક્ત જાતિ સમુદાયના પ્રશ્નો કેન્દ્ર રાજ્ય સરકાર સુધી પહોંચે તે માટે સંવાદના સતુરૂપ આ કાર્યક્રમ છે, ખાસ તેમણે કેન્દ્ર-રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓ છેવાડાના લોકો સુધી પહોંચે તે માટે વહીવટી સરળીકરણ માટે માર્ગદર્શન કરવાની સાથે લોકોને ઝડપથી અને સરળતાપૂર્વક વિચરતી વિમુક્ત જાતિના પ્રમાણપત્રો મળી રહે તે માટે ખાસ કેમ્પ યોજવા માટે સૂચના આપી હતી.તેમણે એમ પણ કહ્યું હતું કે, સમાજ ઉત્કર્ષ માટે અંધશ્રદ્ધા, વ્યસન અને કુરિવાજોમાંથી બહાર આવવું અનિવાર્ય છે. આ સાથે તેમણે સમાજને મજબૂત બનાવવા માટે જ્ઞાનશાળી એટલે કે શિક્ષણ મેળવવા ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને સમૃદ્ધિની દિશામાં આગળ વધવા માટે પ્રેરક માર્ગદર્શન કર્યું હતું.તદુપરાંત તેમણે જણાવ્યું હતું કે, વિચરતી વિમુક્ત સમુદાયના લોકોના આર્થિક રીતે સશક્ત બને તે માટે રોજગારલક્ષી તાલીમ પણ આપવામાં આવશે. શ્રી પટણીએ મહાત્મા ગાંધીજી, સ્વામી વિવેકાનંદ સહિતના મહાપુરુષોના વિચારો રજૂ કરીને લોકોને આર્થિક સામાજિક ઉત્કર્ષ માટે પ્રેરણા પૂરી પાડી હતી. આ સાથે તેમણે પરસ્પર સહયોગથી જનજાગૃતિ કેળવવા માટે પણ માર્ગદર્શન કર્યું હતું.આ શિબિરમાં જૂનાગઢ જિલ્લાના વિચરતી વિમુક્ત જાતિ સમુદાયના અગ્રણીશ્રીઓ-સામાજિક કાર્યકરોશ્રીઓએ સમાજોત્કર્ષ માટે પોતાના વિચારો રજૂ કરવાની સાથે આર્થિક સામાજિક વિકાસ માટે જરૂરી રજૂઆતો કરી હતી. જિલ્લાના વિકસતી વિમુક્ત જાતિના સામાજિક અગ્રણીઓએ શ્રી ભરતભાઈ પટણીનું પુષ્પગુચ્છ અને સાલ ઓઢાડી વિશેષ સન્માન કર્યું હતું.આ તકે વિકસતી જાતિના નાયબ નિયામક શ્રી પરમારે શાબ્દિક સ્વાગત કરી, સૌને આવકાર્ય હતા. આ શિબિરના અંતે સૌએ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે રાષ્ટ્રીય એકતાના શપથ પણ લીધા હતા. આ શિબિરમાં બક્ષીપંચ મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ જે.કે. ચાવડા સહિત વિચરતી વિમુક્ત જાતિ સમુદાયના સામાજિક આગેવાનો ઉપસ્થિત રહી સહભાગી બન્યા હતા.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!