GUJARAT

ગુજરાત પ્રદેશ ભાજપ મહિલા મોરચામા નિમણુંક

જામનગરના એક માત્ર ભાવીશાબેન જયેશભાઇ ધોળકીયાને જવાબદારી

 

જામનગર (ભરત ભોગાયતા) ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા સંગઠનમા વરણીઓનો તબકકો અવીરત ચાલે છે તેમા મહિલા મોરચા પ્રદેશ અધ્યક્ષ શ્રી  અંજુબેન વેકરીયા એ પ્રદેશ કારોબારીમા ૨૫ બહેનોની નીમણુક કરી છે તેમા જામનગરના ભાવીશાબેન જયેશભાઇ (ફોટો જરનાલીસ્ટ)ધોળકીયાની નીમણુંક થઇ છે

તેઓની ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગરમા સગઠનાત્મક અને પક્ષની જવાબદારીઓ જોઇએ તો  ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તા તરીકે પક્ષના સંગઠનને મજબૂત કરવા માટે નીચે મુજબની વિવિધ જવાબદારીઓ સફળતાપૂર્વક નિભાવી છેઃ૨૦૦૮ થી ૨૦૧૧: વોર્ડ નંબર-૪, મહિલા મોરચાના પ્રમુખ તરીકે સકિય કામગીરી બાદ૨૦૧૧ થી ૨૦૧૬: વોર્ડ નંબર-૨ માં ઉપપ્રમુખ તરીકે સંગઠ-નની જવાબદારી.૨૦૧૬ થી ૨૦૨૧: જામનગર શહેર મહિલા મોરચાના મંત્રી તરીકે પક્ષના કાર્યક્રમોનું સંચાલન.૨૦૨૧ થી ૨૦૨૫: જામનગર શહેર સંગઠનમાં મંત્રી તરીકે વ્યાપક સંગઠનાત્મક નેતૃત્વ.૨૦૨૫ થી કાર્યરત: જામનગર મહાનગર, વોર્ડ નંબર-૪ ના પ્રભારી તરીકેની સક્રિય જવાબદારી સફલળતાથી નીભાવે છે. અન્ય જાહેર અને સામાજિક હોદ્દાઓ જોઇએ તો સભ્યઃ જામનગર રેલ્વે સલાહકાર સમિતિ (Railway Advisory Committee).સંચાલન/સેવા: જન સેવા કેન્દ્ર (જેના માધ્યમથી સરકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવાની લોકઉપયોગી કામગીરી)..સાથે મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે“ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રવાદી વિચારધારા અને અંત્યોદયના સંકલ્પને વરેલા રહીને, સંગઠનને વધુ મજબૂત કરવું અને જનતાના પ્રશ્નોને વાચા આપી પાયાના સ્તરે લોકકલ્યાણના કાર્યો કરવા.”

તેઓને નવી જવાબદારીઓ અંગે અભીનંદન અને શુભકામનાઓ પાઠવાઇ રહયા છે

💐🌹💐🌹💐

Back to top button
error: Content is protected !!