BANASKANTHAGUJARATKANKREJ

ઉત્તર ગુજરાત પ્રજાપતિ કેળવણી મંડળ પાટણમાં છાત્રાલયના નવીન ભવન માટે દાનનો પ્રવાહ અવિરત ચાલું….

૩૫૦ કુમાર અને ૧૦૦ કન્યાઓ માટે અદ્યતન સુવિધા સજ્જ છાત્રાલય નિર્માણ પામશે.

ઉત્તર ગુજરાત પ્રજાપતિ કેળવણી મંડળ પાટણમાં છાત્રાલયના નવીન ભવન માટે દાનનો પ્રવાહ અવિરત ચાલું….
————————————–
૩૫૦ કુમાર અને ૧૦૦ કન્યાઓ માટે અદ્યતન સુવિધા સજ્જ છાત્રાલય નિર્માણ પામશે.
————————————–
પાટણમા આવેલ ઉત્તર ગુજરાત પ્રજાપતિ કેળવણી મંડળ સંચાલિત શેઠ હીરાભાઈ ધનાભાઈ પ્રજાપતિ છાત્રાલયના નૂતન ભવનનો શિલાન્યાસ ૧૫ મી માર્ચ ૨૦૨૬ ના રોજ સતાધાર ધામના પ.પૂ. મહંતશ્રી વિજયબાપુની પાવન નિશ્રામાં ભૂમિદાતા પ્રજાપતિ નરેન્દ્રકુમાર રામચંદ્રભાઈ તથા પ્રજાપતિ યોગેશકુમાર હિંમતલાલ પરિવાર ના વરદ હસ્તે શાસ્ત્રી જીતુભાઈ પંડયા અને મુકેશભાઈ જોષીના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રોચ્ચાર સાથે કરવામાં આવેલ.આ અદ્યતન પાંચ માળનું ભવન આશરે ૧૫ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થશે. તેમાં ૩૫૦ કુમારો અને ૧૦૦ કન્યાઓ માટે રહેવાની સુવિધા ઉપલબ્ધ કરાશે તેમ પ્રમુખ શાંતિભાઈ પ્રજાપતિ એ જણાવ્યું હતું.પાટણમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સહિત અનેક મેડિકલ અને એન્જિનિયરિંગ કોલેજો આવેલી હોવાથીરાજ્ય ભરમાંથી વિદ્યાર્થી ઓ અભ્યાસ અર્થે આવે છે.ઉત્તર ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્ર,મધ્ય અને દક્ષિણ ગુજરાતના પ્રજાપતિ સમાજના વિદ્યાર્થી ઓ ના ધસારાને પહોંચી વળવા સંસ્થા દ્વારા દાતાઓના સહયોગ થકી આ નવા છાત્રાલય નું આયોજન કરવામાં આવ્યું છે.ખાસ કરીને કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા અને વાલીઓની લાંબા સમયની માગણી સંતોષવા માટે આ પ્રોજેક્ટ માં કન્યાઓ માટે અલગ નિવાસ વ્યવસ્થાનો સમાવેશ કરાયો છે.કુમાર અને કન્યા છાત્રાલયમા દાનનો પ્રવાહ અવિરત ચાલું છે છે ત્યારે સમી તાલુકાના માંડવીના વતની પાટણને કર્મ ભૂમિ બનાવી પાટણ ખાતે રહેતા આ સંસ્થામાબાંધકામ સમિતિમા અવિરત સેવા આપતાં પ્રજાપતિ દલસુખભાઈ જેઠાભાઈ એ પણ ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે માતા પિતાનું ઋણ અદા કરવા આ સંસ્થાના શૈક્ષણિક વિકાસ માં માતૃશ્રી શાંતાબેન જેઠાભાઈ પ્રજાપતિના નામે ૧,૫૫,૫૫૫/- રૂપિયાનું માતબર અનુદાન આપી સહભાગી થયા છે.ત્યારે તમામ કારોબારી એ આભાર વ્યક્ત કર્યો હતો.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!