ધ્રાંગધ્રાનાં સોલડી ગામે બાયોમેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટનાં વિરોધમાં 17ને નોટીસ

તા.24/04/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના સોલડી ગામની સીમમાં બાયોમેડીકલ વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા માટે પ્રકિયા શરુ કર્યા બાદ સુનાવણી પછી મુખ્યમંત્રીને પણ ખેડૂતોએ લેખિત રજૂઆત કરી મંજૂરી અપાશે તો વિરોધ કરાશે તેમ જણાવ્યા બાદ તમામને નોટીસ આપી પોલીસે નિવેદન લઈ કાર્યવાહી હાથ ધરી છે બાયોમેડીકલ વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટની કોઈ જગ્યાએ મંજૂરી મળતી નથી ત્યારે રાજકીય પીઠબળ હેઠળ ધ્રાંગધ્રા તાલુકાની સોલડી ગામની સીમમાં દેવયોગી કંપની દ્વારા જમીન ખરીદી કરી મંજૂરી મેળવવા માટેની કાર્યવાહી શરુ કરતા પોલ્યુશન બોર્ડ દ્વારા પર્યાવરણ લોકસુનાવણી યોજાઈ હતી જ્યાં હજારો લોકો દ્વારા ખુલ્લો વિરોધ દર્શાવ્યા બાદ ગામના ખેડૂતોએ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી કોઈ પણ ભોગે મંજૂરી નહી આપવા જણાવ્યું હતું મંજૂરી અપાશે તો ગાંધીચિધ્યા માર્ગે વિરોધ કરવા પણ જણાવ્યું હતું ત્યાર બાદ ગામના 17 ખેડૂતોને નોટીસ પાઠવતા ખેડૂતોને ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશન નિવેદન લેવા બોલાવી કેવા પ્રકારનું આંદોલન કરવાનું શહિતની પૂછપરછ કરાઈ હતી આ જોતા સોલડીના ખેડૂતોએ કરેલા વિરોધની મુખ્યમંત્રી સુધી નોંધ લેવાયાનું દેખાતા હવે કંપનીને સરકાર મંજૂરી આપે એવું લાગતું નથી બીજી તરફ્ ગુજરાત પોલ્યુશન બોર્ડની મંજૂરી બાદ હવે છેલ્લા તબક્કામાં પ્રકરણ પડયું હોવાથી કેટલા સમય બાદ નિર્યણ લેવાય છે એની સામે સૌની નજર મંડાયેલી છે આવા પ્લાન્ટને સોલડીની ફ્ળદ્રુપ જમીનમાં મંજૂરી અપાય તો ખેડૂતોની જમીન, પાણીના તળ, લોકોના આરોગ્યને મોટું નુકશાન થઈ શકે એમ છે જેથી સોલડી આજુબાજુ વિસ્તારમાં બાયોમેડીકલ વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટને કોઈપણ ભોગે મંજૂરી નહી આપવા દેવા માટે ગ્રામજનો મક્કમ દેખાઈ રહ્યા છે હવે તંત્ર દ્વારા ખેડૂતોનું હિત જોવાય છે કે પછી રાજકીય પીઠબળ ધરાવતા આવા ઉદ્યોગપતિઓનું હિત જોવે છે એની સામે સમ્રગ વિસ્તારના લોકોની નજર મંડાયેલી છે સોલડી વિસ્તારના ખેડૂતો અને સરપંચોએ લોક્ સુનાવણી સમયે રૂબરૂ તેમજ ડેપ્યુટી કલેકટર ધ્રાંગધ્રાને લેખિત વાંધા, પોલ્યુશન બોર્ડ, કલેકટર સુરેન્દ્રનગર, ગાંધીનગર મુખ્યમંત્રી કાર્યાલય અને દિલ્હી ખાતે પ્રધાનમંત્રી કાર્યાલય સહિતનાને આ કંપનીને અહી મંજૂરી નહીં આપવા માટે લેખિત રજૂઆત કરી છે.





