ચોટીલાની કનૈયા ચોકડીથી મુખ્ય માર્ગોમાં પાણીનો બગાડ અટકાવવા તંત્રની સૂચના

તા.26/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા શહેરમાં ઘણા સમયથી જાહેર રસ્તા ઉપર તેમજ સોસાયટી વિસ્તારોમાં પાણીનો વેડફાટ કરી દુરુપયોગ થવાના ફરિયાદો જોવા મળી હતી તેમાં ચીફ ઓફિસર દ્વારા કનૈયા ચોકડીથી મુખ્ય રસ્તા પર લોકોને પાણી ના બગાડ અને કચરા ફેંકવા બાબતે લોકોને મૌખિક સૂચનાઓ અપાઈ હતી ચોટીલા શહેરમાં જાહેર રસ્તાઓ અને સોસાયટી વિસ્તારમાં પાણીનું બગાડ અને કચરો રસ્તા પર ન ફેંકવા ચોટીલા નગરપાલિકા ચીફ ઓફિસર વિપુલભાઈ પનારા દ્વારા ડ્રાઇવ ચલાવી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તેમાં કનૈયા ચોકડીથી ચોટીલા શહેરના મુખ્ય રસ્તા પર પાણીનો બગાડ કરતા દુકાનદારોને સ્થાનિકોને પાણીનો દુરુપયોગ ન કરવા સૂચનાઓ આપવામાં આવી હતી તેમજ પાણીનો વધુ બગાડ કરવામાં આવશે તેની સામે ચોટીલા નગરપાલિકા દ્વારા યોગ્ય પગલા લેવામાં આવશે તેવા સૂચનો આપવામાં આવ્યા હતા તેમજ વેપારીઓ અને હોટલ રેસ્ટોરન્ટના સંચાલકો દ્વારા ગંદકી ન કરવા તેમજ સફાઈ કર્મચારીઓને જાહેરમાં કચરો ન મૂકવા અને ન સળગાવવા અંગે જાણ કરવામાં આવી હતી લોકોને જાહેરમાં કચરો ન ફેંકવા તેના માટે ડોર ટુ ડોર વાનમાં કચરો નાખવાની સૂચનાઓ આપવામાં આવી હતી ચીફ ઓફિસર દ્વારા રહીશોને મૌખિક સૂચનાઓ અપાઈ હતી.



