નવસારી: ચીખલીથી ખેરગામ થઇને ધરમપુર-વલસાડ જતા ખેરગામ લીંક રોડને ડાયવર્ઝન માટેનું જાહેરનામું

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના ચીખલીથી ખેરગામ થઇને ધરમપુર તથા વલસાડ જતા ખેરગામ લીંક રોડ તથા વાડ પણજ આછવણી રોડ પર ભારે વાહનોના અવર-જવર પર પ્રતિબંધ મુકવા માટેનું જાહેરનામું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી યોગરાજસિંહ બી. ઝાલાએ મળેલી સત્તાની રૂએ બહાર પાડવામાં આવેલ છે.
પ્રતિબંધિત માર્ગના વૈકલ્પિક માર્ગ તરીકે ચીખલી થી ખેરગામ થઈ ને ધરમપુર તથા વલસાડ જતા ભારે વાહનોને ખેરગામ ચીખલી રોડના સાદકપોર ફાટકથી ખુડવેલ ચોકડી થઈ રૂમલા થઈ પાણીખડુ ચોકડી થઇ ખેરગામ તથા વલસાડ અને ધરમપુર થી ખેરગામ થઇ ચીખલી તરફ જતા ભારે વાહનોને પાણીખડક ચોકડીથી રૂમલા થઈ ખુડવેલ ચોકડી થી અંતર સાદકપોર ફાટક માર્ગનો તાત્તાકાલિક અસરથી . ૨૨ /૦૨/૨૦૨૬ સુધી અવર જવર માટે ઉપયોગ કરવાનો રહેશે.
આ જાહેરનામાનો ભંગ/ઉલ્લઘન કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ-૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ અન્વયે હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરના દરજ્જાના કોઇ પણ પોલીસ અધિકારી/કર્મચારીશ્રીઓ તથા માર્ગ અને મકાન પંચાયત વિભાગ હસ્તકના કાર્યપાલક ઇજનેરશ્રી તથા નાયબ કાર્યપાલક ઇજનેરશ્રીને આ જાહેરનામાના ભંગ/ઉલ્લંઘન બદલ ફરિયાદ કરવા અધિકૃત ગણાશે .




