GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં હોટલ/ રેસ્ટોરન્ટ તેમજ ખાણી પાણીનો ધંધો કરતા વેપારીઓ માટે જાહેરનામું…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી મહાનગરપાલિકાના કમિશ્નરશ્રી દેવ ચૌધરી–IAS પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં આવતા રેસ્ટોરન્ટ/હોટલ તથા ખાણી-પીણીનો ધંધો કરતા વેપારીઓ માટે જાહેરનામું બાહર પાડવામાં આવ્યું છે.જેમાં  નવસારી મહાનગરપાલિકા GPMC એક્ટની પ્રકરણ ૧૮ આરોગ્ય રક્ષણ સંબંધિત જોગવાઈ અંતર્ગત મળેલ સત્તાની રૂએ જાહેર કરું છું કે, નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં લારી ગલ્લા/રેસ્ટોરન્ટ/હોટલ તથા ખાણી-પીણીનો ધંધો કરતા વેપારીઓ તથા ઈસમોને નીચે જણાવ્યા મુજબનાં નિયમો અને કાયદાનો ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. જો તેમ કરવામાં ચૂક થશે તો કાયદેસર રીતે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

૧. નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં ખાણી-પીણીનો ધંધો કરતા ઇસમોએ મહાનગરપાલિકામાંથી આરોગ્ય અંગે “ન વાંધા પ્રમાણપત્ર” મેળવવાનું રહેશે.

૨. મ્યુનિસીપલ અધિકારીઓનાં વારંવાર ચેકીંગ દરમ્યાન જે સંસ્થાઓ જે સુવિધા-સગવડ ના આધારે જે તે સંસ્થાને નોટિસ આપશે અને તે મુજબનો અમલ ન થયેથી ના-વાંધા પ્રમાણપત્ર રદ કરી શકાશે અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

૩. ટોઇલેટની વ્યવસ્થા તેમજ ગ્રાહકો માટે હાથ ધોવા માટે લીકવીડ સોપની વ્યવસ્થા કરવાની રહેશે.

૪. ફાયર સેફ્ટીના સાધનોની જોગવાઈ કરવી તેમજ ફાયર સેફ્ટી અંગેનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે.

૫. એકત્ર થયેલ ભીનો/સૂકો કચરો અલગ-અલગ કરી ફરજીયાત પણે વહીવટી ચાર્જ ભરી નગરપાલિકાનાં આવતા વાહનને આપવાનો રહેશે.

६. તમામ હોટલ/રેસ્ટોરન્ટના માલિકે તેઓને ત્યાં કામ કરતાં વેsઇટર તથા કારીગરોના મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ, ફોટોગ્રાફ સાથે ફરજિયાત રાખવાના રહેશે. દર છ (૬) માસે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ નવા બનાવવાનું રહેશે.

૭. તમામ હોટલ/રેસ્ટોરન્ટ ધારકોએ સરકારશ્રીના વખતો વખતનાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ પાર્સલ માટે બંધ કરવાનો રહેશે.

८. તમામ હોટલ/રેસ્ટોરન્ટ ધારકે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ-૨૦૧૬ તેમજ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ ની અમલવારી કરવાની રહેશે.

નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં ખાણી-પીણીનો ધંધો કરતાં લારી ગલ્લા/હોટલ/રેસ્ટોરન્ટ કે જેઓ દ્વારા કચરો ઉત્પન કરવામાં આવે તેવા ઇસમોએ તેઓના સ્થળ ઉપર ઉત્પન્ન થતો કચરો મહાનગરપાલિકાના વાહનમાં આપવાનો રહેશે તે માટે નીચે મુજબના માસીક મુજબ ચાર્જ ચુકવવાનો રહેશે. જેમાં  લારી ગલ્લા તથા ૧૫ થી ઓછી બેઠક વાળા હોટલ/રેસ્ટોરન્ટ ३.૧૦૦૦ /- તેમજ
૧૫ બેઠક વાળા હોટલ/રેસ્ટોરન્ટ રૂ.૧૫૦૦/- રૂપિયા તેમજ ૨૦ બેઠક વાળા હોટલ/રેસ્ટોરન્ટ રૂપિયા.૨૦૦૦/–અને ૨૦ થી ૫૦ બેઠક વાળા હોટલ/રેસ્ટોરન્ટ રૂપિયા ૩૦૦૦, તેમજ ૫૦ થી વધુ બેઠક વાળા હોટલ/રેસ્ટોરન્ટ રૂપિયા ૫૦૦૦/– માસિક ચાર્જ આપવાનું રહશે. ઉપરોક્ત જાહેરનામાનો તમામ હોટલ/રેસ્ટોરન્ટ ધારકો તથા ખાણી-પીણીનો ધંધો કરતા ઈસમોએ ચુસ્તપણે અમલ તેમજ પાલન કરવાનું રહેશે. જો તેમ કરવામાં કસુર થશે તો મહાનગરપાલિકા દ્વારા કાયદેસર રીતે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે જેની નોંધ લેવી.

Back to top button
error: Content is protected !!