GUJARATNANDODNARMADA

નર્મદા ઉત્તરવાહિની પરિક્રમા દરમિયાન ટ્રાફિક ડાયવર્ઝન અંગે જાહેરનામું

નર્મદા ઉત્તરવાહિની પરિક્રમા દરમિયાન ટ્રાફિક ડાયવર્ઝન અંગે જાહેરનામું

 

આ જાહેરનામાની અમલવારી તા.૨૯/૦૩/૨૦૨૫ થી તા.૨૭/૦૪/૨૦૨૫ સુધી

 

રાજપીપલા : જુનેદ ખત્રી

 નર્મદા ઉત્તરવાહિની પરિક્રમા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ પરિક્રમા દરમિયાન ટ્રાફીકની સમસ્યા ન સર્જાય તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ સી.કે.ઉંધાડને મળેલ સત્તાની રૂએ ટ્રાફિક ડાયવર્ઝન અંગે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.

 

ટ્રાફિક ડાયવર્ઝન પોઈચા- રૂંઢ ચોકડીથી શહેરાવ-લાછરસ-માંગરોલ-રામપુરા રૂટ વાહનવ્યવહાર માટે બંધ રહેશે. પોઈચાથી રામપુરા જતાં વાહનો રૂંઢ ચોકડી-રાજપીપળા-વાવડી ચોકડીથી રામપુરા તરફ જશે. પરિક્રમા પુરી કર્યા બાદ રામપુરાથી સમારીયા ચોકડી તરફના વન વે રસ્તે બહાર નિકળવાનું રહેશે. માંગરોલ તથા શહેરાવના ગ્રામજનોએ લાછરસ થઈ રાજપીપળા તરફ જવાનું રહેશે.

 

જાહેરનામાની અમલવારી તા.૨૯/૦૩/૨૦૨૫ થી તા.૨૭/૦૪/૨૦૨૫ સુધી કરવાની રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.

Back to top button
error: Content is protected !!