GODHARAGUJARATPANCHMAHAL

પંચમહાલ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જાળવવા જાહેરનામુ પ્રસિદ્ધ

 

પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા

***************

*જિલ્લામાં UAV, રીમોટ કંટ્રોલથી ચલાવવામાં આવતા તમામ પ્રકારના ડ્રોન, કવાડકોપ્ટર, પાવર્ડએરક્રાફટ તથા માનવ સંચાલિત માઈક્રો લાઈટ એરક્રાફટ, હેંગ ગ્લાઈડર/પેરાગ્લાઈડર, પેરામોટર તેમજ હોટ એર બલુન અને પેરા જમ્પીંગ પર મનાઈ*

***************

 

પ્રવર્તમાન પરિસ્થિતિને ઘ્યાનમાં રાખીને પંચમહાલ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની જાળવણી સારૂ પંચમહાલના અઘિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી જે.જે.પટેલ એ તેઓને મળેલ સત્તાની રૂએ સમગ્ર પંચમહાલ જિલ્લાના વિસ્તારમાં UAV, માનવ રહીત રીમોટ કંટ્રોલથી ચલાવવામાં આવતા તમામ પ્રકારના ડ્રોન, કવાડ કોપ્ટર, પાવર્ડ એરક્રાફટ તેમજ માનવ સંચાલિત માઈક્રો લાઈટ એરક્રાફટ, હેંગ ગ્લાઈડર/પેરાગ્લાઈડર, પેરામોટર તેમજ હોટ એર બલુન તથા પેરા જમ્પીંગ વગેરે ચલાવવા ઉપર એક જાહેરનામા દ્વારા મનાઈ ફરમાવી છે.

તેમજ સરકારી વિભાગ, પોલિસ વિભાગ અને સુરક્ષાબળોને Remote Sensing, Mining, Law & Order, Internal Security, Defense ના હેતુસર ઉપરોક્ત સંસાઘનોને આ જાહેરનામામાંથી મુકિત આપવામાં આવી છે. આ હુકમ અનુસાર જુદા-જુદા કારણોસર ડ્રોનથી શુટીંગ કરવાની પરવાનગી પોલીસ અઘિક્ષકશ્રી કે તેઓ દવારા અધિકૃત પોલીસ અધિકારી આપી શકશે.

આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે અને આ જાહેરનામું તા.૧૯/૦૬/૨૦૨૫ થી બે માસ સુધી અમલમાં રહેશે.

 

Back to top button
error: Content is protected !!