વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
જિલ્લા પંચાયત-આહવા (આરોગ્ય શાખા) હસ્તકના કુલ-૬૮ આયુષમાન આરોગ્ય મંદીર પૈકી ખુબ જ અંતરિયાળ વિસ્તારમાં આવેલ કુલ-૨૨ આયુષમાન આરોગ્ય મંદીરનું રાષ્ટ્રીય કક્ષાનું એક્સટર્નલ એસેસમેન્ટ કરવાની કામગીરી પ્રગતિમાં છે.
જેમાંથી ૯ આયુષમાન આરોગ્ય મંદીરનું એસેસમેન્ટ કે જ્યાં આવનાર દર્દીઓને ગુણવત્તા સભર સારવાર મળી રહે તે માટેની તમામ અદ્યતન સુવિધા ઓ ઉપલબ્ધ છે. જે તમામ વિગતોનું NHSRC (National Health Systems Resources Centre) દિલ્હી ખાતેથી રાષ્ટ્રીય કક્ષાની ટીમ દ્વારા એસેસમેન્ટ કરી નેશનલ હેલ્થ મિશન અંતર્ગત NATIONAL QUALITY ASSURANCE STANDERED (NQAS) માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સાપુતારા હસ્તકના આયુષ્માન આરોગ્ય મંદીર, ચીખલી, તા.આહવા, જિ.ડાંગને રાષ્ટ્રીય કક્ષાનું પ્રમાણપત્ર ભારત સરકાર, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, નવી દિલ્હી તરફથી એનાયત કરવામાં આવેલ હતું.
જે બાદ હાલમાં જ બીજા કુલ-૬ આયુષમાન આરોગ્ય મંદીરોને ગુણવત્તાસભરનું મૂલ્યાંકન કરી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે. જેમાં ૧) ખાતળ (૮૬.૬૯ ટકા), ૨) ગારખડી (ઝરી) (૯૩.૩૬ ટકા), ૩) આંબાપાડા (૮૬.૭૯ ટકા), ૪) ખાજુર્ણા (૮૬.૫૯ ટકા), ૫) ગૌર્યા (૯૫.૪૩ ટકા) અને ૬) કોશિમદા (૯૭.૫ ટકા) મેળવેલ છે.
આ તમામ આયુષમાન આરોગ્ય મંદિરમાં સગર્ભા માતાની તેમજ પ્રસૂતાની પ્રસૂતિ પછીની સાર સંભાળ, નવજાત શિશુ અને વર્ષથી નાના બાળકની આરોગ્યની સંભાળ, ડાયાબિટીસ, કેન્સર જેવા રોગોનું નિદાન, આંખ, નાક, કાન તથા ગળાને લગતી બીમારી અને રોગોનું સ્ક્રીનિંગ, નિદાન સહિત ૧૨ સેવાઓ અપાઈ રહી છે. દિલ્હીની ટીમ દ્વારા આરોગ્ય અંગેના આ તમામ પાસાંઓની ચકાસણી કરી સ્કોર આપવામાં આવ્યાં હતાં.