BHARUCHGUJARATJHAGADIYA

ઝઘડીયાના ગ્રામીણ વિસ્તારોમાં સાઇકલના માધ્યમથી છરી,ચાકુ ઘસવાની કળા હજુ જીવંત

ઝઘડીયાના ગ્રામીણ વિસ્તારોમાં સાઇકલના માધ્યમથી છરી,ચાકુ ઘસવાની કળા હજુ જીવંત

 

કારીગરો ગામેગામ સાઇકલ ઉપર બેસી છરી,ચાકુ,કાતરની ધાર બનાવી રોજગાર મેળવી રહ્યાંછે

 

 

 

ઝગડિયા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં સાયકલ ઉપર બેસી છરી,ચાકુ,કાતરની ધાર બનાવી રોજગારી મેળવતા કારીગરોએ આજના ડિજિટલ યુગમાં પણ આ કળાને જીવંત રાખીછે.રોજીંદી રસાોઇમા ઉપયોગમાં લેવાતા શાકભાજી ને સાફસફાઈ કરીને સમારવાના હોઇછે આ શાકભાજીને સમારવા માટે છરી ચાકુની જરુરિયાત પડતી હોઇછે છરી અને ચાકુ રસોઇઘરનુ મહત્વનું સ્થાન ધરાવેછે વારંવારના વપરાશ બાદ છરી અને ચાકુની ધાર ઘસાઇને બેકાર બની જતી હોવાથી તેને ઘસીને ધારદાર બનાવવામાં આવતી હોઇછે ગા઼મિણ વિસ્તારોમાં તેમજ શહેરી ઇલાકાઓમા છરી ચાકુ કાતર ઘસનારો શ્રમિક કારીગર વગઁ કાર્યરત હોઇછે આમાના કેટલાક કારીગરો સાઇકલ લઇને એક સ્થળેથી બીજા સ્થળે જઇને લોકોના છરી ચાકુ ઘસી આપીને રોજગાર મેળવતા હોઇછે આ માટે સાઇકલ પર એમરીસ્ટોનનુ ચક્ર જોડીને સાઇકલના પાછળના ભાગે બેસીને પેડલ મારીને તે એમરીસ્ટોનનુ ચક્ર ગતિમાન કરાયછે અને તેના પર છરી ચાકુની ધાર બનાવીને ઘસાતા હોઇછે આમ આના દ્વારા શ્રમિકવગઁને રોજગાર મળતો હોઇછે જોકે આજના ફાસ્ટ યુગમાં છરી,કાતર, ચાકુની ધાર બનાવી આપતાં કારીગરો પણ હવે મોટરસાઇકલ પર એન્જીનના ભાગે વધારાની પુલી બેસાડી તેના ઉપર રબ્બરના બેલ્ટ વડે એમરી ચક્કર ચલાવીને પણ રોજગાર મેળવી રહ્યાંછે

ઈરફાન ખત્રી

રાજપારડી

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!