BANASKANTHAPALANPUR

સાયન્સ એન્ડ કોમર્સે કોલેજ પાલનપુર માં કેમેસ્ટ્રી ડ્રોઈંગ ટુલ્સ સોફ્ટવેર વિષય ઉપર એક દિવસીય વર્કશોપ યોજાયો 

8 જુલાઈ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર સંચાલિત આર. આર. મહેતા કોલેજ ઓફ સાયન્સ અને સી. એલ. પરીખ કોલેજ ઓફ કોમર્સ, પાલનપુર ખાતે તા. 7 જુલાઈ ના રોજ રસાયણશાસ્ત્ર વિભાગ દ્વારા રસાયણશાસ્ત્ર તથા સાયન્સ ના અન્ય વિષયોમાં ઉપયોગમાં લેવાતા વિવિધ સ્ટ્રક્ચર કમ્પ્યુટરમાં દોરવા માટેના સોફ્ટવેર ના ઉપયોગ વિશે માહિતી આધારિત એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડૉ. જ્યોતિન્દ્ર માહ્યાવંશી દ્વારા આ સોફ્ટવેરનો કેવી રીતે ઉપયોગ કરવો તે વિશે ખૂબ જ રસપ્રદ માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સિપાલ ડૉ.યોગેશ બી. ડબગર, વિભાગીય વડા ડૉ. જી.ડી. આચાર્ય તથા પીજી ઇન્ચાર્જ ડૉ. એસ.આઈ. ગટીયાલા એ હાજરી આપી કાર્યક્રમને વધુ સફળ બનાવ્યો હતો. આ સિવાય કાર્યક્રમમાં વિભાગના અન્ય અધ્યાપકો ડૉ. કે. સી. પટેલ, ડૉ. પી. એસ. પટેલ, ડૉ. એમ. આર. સોલંકી, ડૉ. કે.વી. મહેતા, પ્રો. સાલેહા મેમન વગેરે એ હાજરી આપી વિદ્યાર્થીઓને રિસર્ચ ક્ષેત્રે રિસર્ચ પેપર બનાવવા આ સોફ્ટવેર કેવી રીતે ઉપયોગી છે તે વિશે પ્રોત્સાહન આપ્યું હતું. કાર્યક્રમમાં એમ.એસ.સી. સેમ 3 ના મોટી સંખ્યા માં વિદ્યાર્થીઓ હાજર રહી માહિતગાર થયા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આયોજન ડૉ.અમી પટેલ અને ડૉ.જ્યોતિન્દ્ર માહ્યાવંશી એ કર્યું હતું.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!