કાલોલ એપીએમસી માં ધર્મેન્દ્રસિંહ રાઠોડ ને પુનઃ ચેરમેન પદે બિનહરીફ જાહેર કરવામાં આવ્યા


સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ એપીએમસી ના ચેરમેન ની ચૂંટણી પ્રક્રિયા સોમવારે ૧૧ કલાકે ચુંટણી અધિકારી અને જીલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ ગોધરા ની અધ્યક્ષતા હેઠળ શરૂ કરાઈ કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ સાથે મેંડેટ લઈ આવેલ હાલોલ ભાજપ ના ગોપાલભાઈ શેઠ અને તમામ ચૂંટાયેલ પ્રતિનિધિઓ ની હાજરીમાં ચેરમેન તરીકે ધર્મેન્દ્રસિહ રાઠોડ નુ ચેરમેન તરીકે અને કેતનભાઈ શાહ નુ વાઇસ ચેરમેન તરીકે નામ જાહેર કરેલ.એક માત્ર ઉમેદવારી પત્ર ધર્મેન્દ્રસિહ રાઠોડ નુ ચેરમેન તરીકે ભરાયુ જે મંજૂર કરી અન્ય કોઈ ઉમેદવાર ન હોય રાઠોડ ધર્મેન્દ્રસિંહ ને આગામી અઢી વર્ષ સુઘી ચેરમેન તરીકે બિન હરીફ ચૂંટાયેલ જાહેર કરતા તમામ હાજર રહેલા સભ્યો એ અભિનંદન પાઠવ્યા અને હાર પહેરાવી શુભેચ્છા પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે જીલ્લા રજીસ્ટ્રાર દ્વારા ચેરમેન અને વાઈસ ચેરમેન ની ચૂંટણી નો એજન્ડા કાઢવામાં આવ્યો હતો પણ બીજી ટર્મ હોવાથી વાઈઝ ચેરમેન ની ચૂંટણી કારોબારી મિટિંગ મા થશે તેવુ જાહેર કરવામાં આવ્યું હતુ.ચૂંટાયેલા પ્રમુખ ને સર્કિટ હાઉસ મા સાંસદ રાજપાલસિહ જાદવ તથા ડો યોગેશ પંડયા અને ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે ફૂલહાર પહેરાવીને અભિનંદન આપ્યા હતા.




