જાગતા પ્રહરીની હાલારના શિક્ષકો માટે જાગરૂકતા
હાલારના અગ્રણી,ક્ષત્રીય આગેવાન નરેન્દ્રસિંહ પરમાર(મો. 9879447777/72790 11111) જેઓ કન્વીનર, મિડીયા સેલ, જિલ્લા ભાજપ – જામનગર પ્રમુખ, પંડિત દીનદયાલ ઉપાધ્યાય વિચારસંઘ – ભારત (જામનગર જિલ્લો) છે તેમને જામનગર જિલ્લાના પ્રાથમીક શિક્ષકોના હિતમાં મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે તેમજ નકલપણ મહાનુભાવોને મોકલી છે જે વિગતો નીચે મુજબ છે
પ્રતિ, માન. શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજય, ગાંધીનગર.
તા. ૧૮/૧૦/૨૦૨૪
વિષય : પ્રાથમિક શિક્ષકોની જીલ્લા ફેરબદલી કરવા અંગે.
સવિનય સાથે જણાવવાનું કે – હાલમાં જ ગુજરાત સરકારે પ્રાથમિક શિક્ષકોની બદલી માટે જીલ્લા આંતરિક અને તાલુકા આંતરિક બદલીના કેમ્પો પૂર્ણ કરેલ છે, હવે માત્ર જીલ્લા ફેરબદલીના કેમ્પો જ બાકી છે. આ કેમ્પો દિવાળી પહેલા જ યોજવામાં આવે તો ઘણા શિક્ષકો પોતાના પરિવાર સાથે પોતાના વતનમાં દિવાળીના તહેવારનો ખરો આનંદ માણી શકે.
વિશેષમાં રાજય સરકારશ્રી દ્વારા પ્રાથમિક શિક્ષકોની ભરતી માટે પણ જાહેરાત કરવામાં આવેલ છે, જે ખુબ જ આવકારદાયક છે. શાળાઓમાં ખુટતા પ્રાથમિક શિક્ષકોની ભરતીથી ઘણી જ સુવિધા ઉપલબ્ધ થશે અને રોજગારી તથા શિક્ષણ વધશે તેમાં કોઈ શંકા નથી પરંતુ જિલ્લા બહાર ઘણા સમયથી જે શિક્ષકો સંનિષ્ઠતાથી ફરજ બજાવે છે અને એ રાહમાં છે કે નિયમાનુસાર આપણા વિસ્તારમાં જગ્યાઓ ખાલી છે ત્યાં આપણી બદલી થાય તો શિક્ષણની સાથો સાથ પરિવારને પણ સંભાળી શકાય તેઓને આ ખાલી જગ્યાઓ ભરાવાથી તક ચૂકાય જાય તેવી પુરી શકયતાઓ છે.
શિક્ષકોની જિલ્લા ફેરબદલી બાદ ખૂટતી જગ્યાઓ પર સરકારશ્રી નવી ભરતી કરે તે ઈચ્છનીય છે જેનાથી હાલ કામ કરતા શિક્ષકો અને નવા નિમણૂંક પામનાર શિક્ષકો એમ બન્નેને ફાયદાકારક છે. વિશેષમાં મહિલા કર્મયોગીઓને ઘણો ફાયદો થાય તેમ છે.
જિલ્લા ફેરબદલીના નિયમોમાં પણ સમયની માંગ અનુસાર પરિવર્તન / સુધારો કરવાની જરૂરિયાત છે, કારણકે જિલ્લા ફેરબદલીનો લાભ હાલ સમગ્ર ફરજ દરમ્યાન માત્ર એક જ વખત મળે છે અને એ તક કોઈ ટેકનીકલ કારણોસર જતી રહે તો કર્મચારીને કાયમ પોતાના પરિવારથી દૂર રહી ના છૂટકે ફરજ બજાવવી પડે છે, જે ધ્યાને લેવા મારી આપશ્રીને ખાસ વિનંતી છે.
હાલ ઘણા કિસ્સાઓ એવા પણ છે કે જે શિક્ષકોની બદલી થયેલ છે તેઓને એક વર્ષ જેટલો સમય વિત્યા છતાં હજુ સુધી છુટા કરવામાં આવેલ નથી, જેના કારણે પણ કર્મચારીઓને બદલી થયા છતાં લાભ મળેલ નથી, જે પણ ધ્યાને લઈ, તત્કાલ આવા કર્મચારીઓને ન્યાય મળે તે અંગે યોગ્ય કરવા વિનંતી છે.
તત્કાલીન ભાજપ સરકારના શિક્ષણ વિભાગે મહિલા અને દિવ્યાંગ કર્મચારીઓને એક વર્ષ પછી બદલીનો લાભ મળવા પાત્ર થશે તેવો સૈધાંતિક સ્વિકાર કરેલ, પરંતુ કોઈ કારણોસર તેનો અમલ થયેલ નથી, તો આ અંગે પણ વિચારણા કરી ઘરથી દૂર રહેતા મહિલા કર્મચારીઓ અને દિવ્યાંગોને લાભ અપાવવા આપશ્રી યોગ્ય કાર્યવાહી કરશો તેવી અપેક્ષા છે.
શિક્ષણને લગતા ઉપરોકત મુદાઓ અંગે યોગ્ય તપાસ કરી, કર્મચારીઓના હિતમાં નિર્ણય અંગે આપશ્રીને વિનંતી કરું છું.
આપનો વિશ્વાસુ,
(નરેન્દ્રસિંહ પરમાર) ના વંદે માતરમ્
નકલ સવિનય રવાના : યોગ્ય ભલામણ અને જાણ સારૂ
૧) શ્રી કુબેરભાઈ ડીડોર સાહેબ, માન. શિક્ષણમંત્રી (કેબીનેટ), ગુજરાત રાજય
ર) શ્રી મૂળુભાઈ બેરા સાહેબ, જિલ્લા પ્રભારી મંત્રીશ્રી
૩) શ્રી રાઘવજીભાઈ પટેલ સાહેબ, માન. કૃષી મંત્રીશ્રી, ગુજરાત રાજય
૪) શ્રી પ્રફુલ્લભાઈ પાનસેરીયા, માન. શિક્ષણમંત્રીશ્રી (રાજય કક્ષા), ગુજરાત રાજય
૫) શ્રી દિગ્વિજયસિંહ જાડેજા, પ્રમુખશ્રી, ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક સંઘ
__________________
bharat g.bhogayata
b.sc.,ll.b.,d.n.y.(GAU)
gov.accre.Journalist
jamnagar
8758659878
bhogayatabharat@gmail.com