જામજોધપુરથી હનુમાનગઢ ડબલ પટ્ટી રોડની જરૂર

જામજોધપુર શહેરના નદીના પુલ પછી માહિકી,વરવાળા, સતાપર, તરસાઈ ગામમાં થઈ ને પોરબદર વિસ્તારના બિલેશ્વર, હનુમાનગઢ, રાણાવાવ -પોરબંદર સુધી જતો માર્ગ જે હાલ જામજોધપુર થી છેક હનુમાન ગઢ સુધીનો માર્ગ સિંગલ પટ્ટીનો હોય આ માર્ગ ડબલ પટ્ટીનો કરવ જામજોધપુર તાલુકા કોગ્રેસ પ્રમુખ ગોવિંદભાઈ ચાવડા શહેર કોંગ્રેસ પ્રમુખ જમનભાઈ કેટરીયા લીગલ સેલના એડવોકેટ હરેન્દ્ર રાબડીયા તાલુકા કોંગ્રસ સમિતી ના ઉપપ્રમુખ પ્રવિણભાઈ રાઠોડ દવારાલેખિત રજૂઆત કરાઈ છે. જેમાં જામજોધપુર થી તરસાઈ થઈ અને બિલેશ્વર સુધીનો માર્ગ સિંગલ પટ્ટીનો હોય ખૂબ જ ગોળાઈ વળાંક વાળો હોય અને આ માર્ગમાં સિંગલ પટ્ટી હોવાને કારણે ટ્રાફિકની સમસ્યા થતી હોય અને વારંવાર અકસ્માત થતા હોય જેથી આ માર્ગ વહેલી તકે પહોળો કરવા માટે તેને ડબલ પટ્ટી નો માર્ગ કરવા અને આ ટ્રાફિક સમસ્યા અકસ્માતની સમસ્યા નિવારણ કરવા આ જામજોધપુર થી વાયા તરસાઈ થઈ બિલેશ્વર થઈ પોરબંદર સુધી જતો સિંગલ પટ્ટીનો માર્ગ તાત્કાલિક અસરથી ડબલ પટ્ટીનો બનાવવા ગુજરાત રાજ્ય માર્ગ મકાન વિભાગ સહીત લગત કચેરીમાં રજુઆત કરાય હોવાનું જાગતા પ્રહરી અશોક ઠકરારએ જણાવ્યુ છે.




