સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના નેશનલ હાઇવેને અડીને આવેલ નોબલ માર્કેટમાંથી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે જુગાર રમતા 10 જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના નેશનલ હાઇવેને અડીને આવેલ નોબલ માર્કેટમાંથી ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે જુગાર રમતા 10 જુગારીયાઓને ઝડપી પાડી 1.39 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી,તે દરમિયાન અંઞત બાતમીદાર થી બાતમી મળી હતી કે નેશનલ હાઇવેને અડીને આવેલ નોબલ માર્કેટમાં અભિમન્યુ ઉર્ફે સજ્જનસિંગ રાજપૂતના શિવ શક્તિ ટ્રેડર્સ ના ગોડાઉનની ઓફિસના ઉપરના માળની રૂમમાં પાનાપત્તા થી પૈસા વડે કેટલાક ઈસમો જુગારની મહેફિલ જમાવી છે જે બાતમીના આધારે પોલીસે સ્થળ તપાસ કરતા જુગારીયાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો,પોલીસે જુગાર રમતા અભિમન્યુ ઉર્ફે સજ્જનસિંગ રાજપૂત,અબ્દુલ વહાબ મનીયાર,શાહનવાઝ ઇકબાલ શેખ,પપ્પુ ફૈઝુલ્લા કુરેશી,સુરેન્દ્રસિંગ સતદેવસિંગ,તૈયબ આલમ ખાન,મોહન સતીરામ યાદવ,અમરજીતસિંગ અભિમન્યુસિંગ રાજપૂત,પંકજસિંગ સુમનસિંગ,શંકર સીતારામ સોનોલેની જુગાર રમતા રંગેહાથ ધરપકડ કરી હતી.પોલીસે રોકડા રૂપિયા,એક્ટિવ,બાઈક તેમજ મોબાઈલ મળીને કુલ રૂપિયા 1,39,500નો મુદ્દામાલ કબ્જે કરી આ અંગે જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી હતી.