,શ્રી ગુરુદેવ યોગીજી મહારાજના સાધુરામ,સંત ભગવંત સાહેબજીના પરમ સખા સદગુરુ સાધુ પરમ પૂજ્ય અશ્વિન દાદાનો 83 મા પ્રાગટ્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી
શ્રી ગુરુદેવ યોગીજી મહારાજના સાધુરામ,સંત ભગવંત સાહેબજીના પરમ સખા સદગુરુ સાધુ પરમ પૂજ્ય અશ્વિન દાદાનો 83 મા પ્રાગટ્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી

વેમાર મુકામે આજરોજ તા.14 જુલાઈ 2024, રવિવારે,શ્રી ગુરુદેવ યોગીજી મહારાજના સાધુરામ,સંત ભગવંત સાહેબજીના પરમ સખા સદગુરુ સાધુ પરમ પૂજ્ય અશ્વિન દાદાનો 83 મા પ્રાગટ્ય પર્વની સ્વામિનારાયણ મંદિર, ઉપાસના ધામ, વેમાર તા.કરજણ. મુકામે જુલાઈ માસ ની કીર્તન આરાધના સાથે ભવ્ય રીતે ઉજવણી આજ રોજ અનુપમ મિશનના અધિષ્ઠાતા ગુરુ હરી સંત ભગવંત સાહેબજી મહારાજ ની દિવ્ય ઉપસ્થિતિ માં સંતો ,ભક્તો નાં સાનિધ્યે કરવામાં આવી હતી.
પૂજ્ય અશ્વિનદાદા સાધુ તરીકે સૌથી અનોખા વ્યવહારૂ તથા મોક્ષ જેવા હતા. પધારેલા સંતો દ્વારા તેઓને શ્રીફળ સાથે સરખાવીને બહારથી કડક પરંતુ અંદરથી મધ મીઠા કોપરા તથા મીઠા પાણી સાથે સરખાવ્યા હતા અને પરમ પૂજ્ય સંત ભગવંત સાહેબજીના પરમ સખા તરીકે સદાય ધર્મના પ્રચાર, પ્રસાર અને મંદિરોના નિર્માણમાં પોતાની આગવી બુદ્ધિમત્તાથી અગ્રેસર રહ્યા હતા. સંપ, સૃહદ ભાવ અને એકતાથી તેઓ સૌના પ્રાણપ્રિય બન્યા હતા.
સંત ભગવંત સાહેબજી એ આશીર્વાદ આપતા જણાવ્યુ કે સાધુ સમાગમ વિના જ્ઞાન થાય નહીં, ને જ્ઞાન થયા વિના મહિમા જણાય નહીં ,ને મહિમા જાણ્યા વિના સુખીયો થાય નહીં, એમાં કોઈ સંશય નથી.સત પુરુષ ની હાજરી એ જ પ્રભુતા,ગમે તેવી પરિસ્થિતિમાં ભાવ ફેર ના પડે અને સામાવાળામાં નિર્દોષ ભાવ રહે એ જ સાચા સાધુની નિશાની છે,આવા સાધુ પૂજ્ય અશ્વિનભાઈ ની અદભુત ભેટ યોગીબાપા આપણને આપી ગયા છે ,એટલે એમના પ્રાગટ્યની ઉજવણી કરીએ છીએ,માણસ તેને જો સત્પુરુષ સાથે આધ્યાત્મિક પ્રેમ હોય તો તેને ભગવાનના ગમતા ભાવોથી ઉપર ઉઠાવી દે છે, એ પ્રેમ સમર્પણ ભક્તિથી બ્રહ્મસ્વરૂપ યોગી બાપા સાથે અશ્વિન દાદા નો પ્રેમ હતો ,પરમ પૂજ્ય મહંત સ્વામી, પરમ પૂજ્ય ડોક્ટર સ્વામી ,પરમ પૂજ્ય ભક્તિ પ્રિય સ્વામી ,અને અનુપમ મિશનના અષ્ટ સખાની ભેટ આપી, એ બ્રહ્મસ્વરૂપ યોગી બાપા કેટલા મોટા છે એની પ્રેમના દ્રષ્ટાંતો સાથે સુંદર વાત કરી, સૌને સુખિયા થવાના આશીર્વાદ આપ્યા હતા.
- સંત ભગવંત સાહેબજી મહારાજ સાથે સદગુરૂ સંત પ.પૂ.રતિકાકા,સાધુ પૂ.વાસુદેવદાસજી, સાધુ પૂ.કાનજીબાપા (સુરત),પૂ.શંકરભાઈ પટેલ (હિન્દુસ્તાન ફાઈબર પ્રા.લી. પોર – વડોદરા), ડો.પૂ.પાર્થીવભાઈ (અમદાવાદ),પૂ. શિવમભાઈ (ડે.કલેક્ટર શ્રી), પૂ.જીતેન્દ્રભાઈ (મોટા ફોફડિયા), પૂ.પંકજભાઈ (અમદાવાદ), પૂ. ચંદ્રકાન્તભાઈ (વેમાર) વગેરે સંતો ભક્તો પધાર્યા હતા, સ્થાનિક સાધુ સતીશદાસજી સાધુ મણિદાસજી કાનમ વડોદરા અમદાવાદ ચરોતર સુરત અંકલેશ્વર ઊંડી બારડોલી મુંબઈ મોરબી વગેરે મંડળના મુક્તો પધાર્યા હતા અંતમાં પૂજ્ય ચંદ્રકાંતભાઈએ આ રૂડા પ્રસંગે સૌ મૂકતો પધાર્યા તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.




