JASDALRAJKOT

જસદણ તાલુકામાં બિપરજોય વાવાઝોડાથી બચવા માટે અંદાજિત ૩૦૦ નાગરિકોનું સ્થળાંતર કરાયુ

તા.૧૩ જૂન

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં સંભવિત વાવાઝોડાના પગલે તંત્ર દ્વારા ૩૦૦ લોકોને ૬ જેટલા સલામત આશ્રયસ્થળોએ ખસેડાયા છે. આ ઉપરાંત હજુ ૨૦૦ લોકોને પણ આશ્રયસ્થાનોમાં ખસેડવામાં આવી રહયા છે,

તેમ જસદણ મામલતદારશ્રી સંજયભાઈ અશવાળે જણાવ્યું છે. આ અશ્રયસ્થળોની સાફ સફાઈ તેમજ ફૂડ પેકેટ્સ, પીવાના પાણીની વ્યવસ્થા તેમજ વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા અલગ અલગ દિવસે જુદા જુદા સમય પર સવારના નાસ્તો અને સાંજ જમવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

આ સમગ્ર કામગીરી પ્રાંત અધિકારી શ્રી રાજેશ આલ, ચીફ ઓફિસર રાજુભાઈ, તાલુકા વિકાસ અધિકારીશ્રી સાથે પોલીસ વિભાગના સંયુક્ત ઉપક્રમે હાથ ધરાઇ હતી.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!