તા.૦૨.૦૭.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Garbada:ગરબાડા તાલુકાના અભલોડ ગામની શ્રી પાંડુરંગ વણિકર ઉત્તર બુનિયાદી વિધાલય ખાતે ONGC કંપની દ્વારા ટીબીના દર્દીઓ માટે પોષણ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો
પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર અભલોડ ૫૦ જેસાવાડા ૨૩ ગરબાડા CHC ૦૧ પાટીયા ૩૮ ગાંગરડી ૨૯ મીનાક્યાર ૩૫ આમ કુલ:૧૭૬ દર્દીઓ ને ONGC કંપની દ્વારા નિક્ષય મિત્ર બનીને પોષણ કીટનું વિતરણ કર્યું પ્રધાનમંત્રીના ટીબી મુક્ત ભારત અભિયાન ૨૦૨૫ અંતર્ગત આજ રોજ ગરબાડા તાલુકાના અભલોડ ગામની શ્રી પાંડુરંગ વણિકર ઉતર બુનિયાદી વિધાલય ખાતે માન મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ તેમજ જીલ્લા ક્ષય અધિકારીના અધ્યક્ષ સ્થાને પોષણ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો પોષણ કીટ વિતરણ કાર્યક્રમની શરૂઆત મહેમાનો ને તીલક કરી અને દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી આવેલ મુખ્ય મહેમાનો ને બુકે દ્વારા સ્વાગત કરવામાં આવ્યું તથા શાળાની વિધાર્થિનીઓ દ્વારા પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કરીને સ્વાગત કરવામાં આવ્યું આ કાર્યક્રમ માં ડૉ આર ડી પહાડિયા દ્વારા દવા ની સાથે સાથે પોષણ યુક્ત ખોરાક પણ લેવો જરૂરી છે તે વિશે વાત કરી અને પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન ૨૦૨૫ ને સફળ બનાવવા માટે દરેક વ્યક્તિનો સાથ અને સહકાર જરૂરી છે ONGC કંપનીના જનરલ મેનેજર ડૉ આશીષ જૈન દ્વારા સારવાર લઈ રહેલ ટીબી ના દર્દીઓ ને પોષણ કીટ આપવામાં આવશે તેમજ સારવાર ચાલુ છે તેવા દરેક દર્દીઓને 6 મહિના સુધી આ પોષણ કીટ આપવામાં આવશે ટીબીના દર્દીઓ માટે પોષણ કીટ વિતરણનું આયોજન ONGC કંપની દ્વારા નિક્ષય મિત્રબની ને કરવામાં આવેલ છે. જેનો મુખ્ય હેતુ ટીબીથી પીડિત દર્દીઓને પોષણ પૂરું પાડવા માટે સહાય આપવામાં આવે છે જેથી તેઓ ઝડપથી સાજા થઈ શકે.ટીબી દર્દીઓને યોગ્ય પોષણ મળી રહે અને સારવાર દરમ્યાન તેમની તંદુરસ્તી જળવાઈ રહે.પોષણ કીટ વિતરણમાં શું-શું આપવામાં આવે છે ચોખા, તુવર દાળ,તેલ, ઘઉં નો લોટ , પ્રોટીન પાવડર,મગ, મગની દાળ , ગોળ, ખજૂર, ચણા જેવી વસ્તુઓ આપવામાં આવેલ છે આ કાર્યક્રમ માં જીલ્લા ક્ષય અધિકારી ડૉ આર ડી પહાડિયા WHO કન્સલ્ટન્ટ ડૉ જયદીપ ઓઝા ONGC કંપની ના જનરલ મેનેજર ડૉ આશિષ જૈન, કંપની ના HR મેનેજર અરુણ પ્રભાત, કંપની ના HR એક્ઝિક્યુટિવ જીતેન્દ્ર લાલવાણી તથા ઈ/ચા તાલુકા હેલ્થ ઓફિસર ડૉ બક્ષિસ ડામોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડૉ ટીના માલીવાડ શાળા ના આચાર્ય અમરસિંગ રાઠોડ શિક્ષકગણ તાલુકા હેલ્થ સુપરવાઈઝર જીલ્લા તથા તાલુકાના આરોગ્ય કમૅચારીઓ આશા બહેન તથા વ્હાલા ટીબી ના દર્દીઓ હાજર રહ્યા હતા આમ પ્રધાનમંત્રીના ટીબી મુક્ત ભારત અભિયાનને સફળ બનાવવા દરેક વ્યક્તિ જોડાય અને ટીબીના દર્દીઓને મદદરૂપ થાય