BHUJGUJARATKUTCH

ટીબી નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત જરૂરી દવાઓ પોષણ કીટ સાંસદ વિનોદભાઇ ચાવડા.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી-બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.

ભુજ,તા-24 માર્ચ  : “ટીબી મુક્ત ભારત” ભારત ભર માંથી ટીબી નાબુદ થાય તેવી આપણા આદરણીય વડા પ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીજી ના સંકલ્પ ને સાર્થક કરવા સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ વિભાગના પ્રયત્નો ને સફળ બનાવવા નિક્ષય મિત્ર બનવા કોર્પોરેટ ક્ષેત્ર, સ્વેચ્છીક સંસ્થાનો, સંગઠનો અને દરેક રાજકીય દળ, જન પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.ટી.બી. વૈશ્વિક સમસ્યા છે. તેને નિર્મુલન કરવા, ટીબીના દર્દીને નિઃશુલ્ક નિદાન અને સારવાર તેમજ નિક્ષય પોષણ યોજના અંતર્ગત દર્દીઓની સારવાર પુર્ણ થાય ત્યાં સુંધી તેમને પોષણ કીટ અને જરૂરી દવાઓ મળી રહે તેવી ભાવના થી ટીબી મુક્ત કચ્છ અભિયાન અંતર્ગત સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ સાંસદશ્રી વિનોદ ચાવડા અને શ્રી સ્વામિનારાયણ મંદિર – વિલ્સડન (યુનાઇટેડ કિંગડમ) પોષણ કીટ સાથે જરૂરી દવાઓ નું વિતરણ તા.૨૪/૦૩/૨૦૨૫ માં ટીબી હોસ્પિટલ ગ્રાઉન્ડ કેમ્પ એરીયા ભુજ મધ્યે પોષણ કીટ દવાઓનું વિતરણ કરવામાં આવેલ.   ભારત સરકાર દ્વારા “કૉમ્યુનિટી સ્પોર્ટ ટુ ટીબી પેશેન્ટ” શરૂ કરવામાં આવેલ છે. ટીબીના દર્દીઓની સારવાર માટે માર્ગદર્શન મળે માટેના આ કાર્યક્રમ માં શ્રી કુંવરજીભાઇ વેકરીયા ટ્રસ્ટીશ્રી સ્વામી નારાયણ વિલ્સડન – લંડન, જી.કે ના ડો. મનોજભાઇ દવે, ડો. રોહિત ભીલ, ભુજ તા.પ. પ્રમુખશ્રી વિનોદભાઇ વરસાણી, ભુજ નગરપાલિકા અધ્યક્ષા રશ્મિબેન સોલંકી, સર્વશ્રી દેવજીભાઇ ખેતાણી, જયંતભાઇ માધાપરીયા, કમલભાઇ ગઢવીભીમજીભાઇ ખેતાણી, મીત ઠક્કર, કચ્છ જિલ્લા ક્ષય અધિકારીશ્રી ડો. મનોજ દવે, THO ડો. રોહિત ભીલ, લાયન્સ હોસીપટલ ડો.ભરતભાઇ કશ્યપ ગોર, અજીતસિંહ રાઠોડ, અભય શાહ, ભરત મહેતા, શૈલેન્દ્ર રાવત, વિપુલભાઇ જેઠી, ઇશાનભાઈ, મનસુખશાહ, ડો.ધર્મેશ જોબનપુત્રા, રાજેશભાઇ ગોર, સંજયભાઇ, દિનેશભાઇ ઠક્કર, હિરેન રાઠોડ, નિલેષ પટેલ, કાસમભાઇ કુંભાર, જયેશભાઇ ઠક્કર, અક્ષયભાઇ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. પધારેલ મહેમાનો હસ્તે દીપ પ્રાગટ્ય, બાદમાં પધારેલ મહેમાનો દ્વારા પ્રાસંગીક પ્રવચન, અધિકારીશ્રીઓ તરફ થી માહિતી અને માર્ગદર્શન આપવામાં આવેલ, કાર્યક્રમનું સંચાલન શ્રી દિનેશભાઇ ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!