વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.
મુન્દ્રા, તા.4 : સારસ્વતમ સંચાલિત મુન્દ્રા ઘટક આઇસીડીએસ કચેરી દ્વારા પોષણ માસ ઉજવણીનો શુભારંભ ભુજપુર અને સમાઘોઘા ગામ ખાતેથી કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ માટે પોગ્રામ ઓફિસરના માર્ગદર્શન હેઠળ સીડીપીઓની અધ્યક્ષતામાં પોષણ માસની ઉજવણી કરવામાં આવેલ જેમાં ભુજપુર અને સમાઘોઘા ગામના સરપંચશ્રી, ઉપ સરપંચશ્રી, તલાટી શ્રી, પંચાયતના સભ્યશ્રીઓ, તેમજ આંગણવાડી વર્કર બહેનો તેમજ હેલ્પર બહેનો હાજર રહેલ હતા. કાર્યક્રમ દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મુકવામાં આવેલ. તેમજ સુપોષણ સંવાદની ઉજવણી કરવામાં આવેલ હતી અને ૧ થી ૭ સગર્ભા માતાઓને પોષણ કીટ આપી સન્માનિત કરવામાં આવેલ હતા. કાર્યક્રમમાં ગ્રામજનો, માતાઓ, બહેનો, નાના ભૂલકાઓ અને કિશોરીઓએ બહોળી સંખ્યામાં ભાગ લીધેલ હતો.
રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૪ |કિડની પથરી અને પ્રોસ્ટેટ થી કઈ રીતે બચવું ? | Urology |Dr. Keyur Patel