MORBI કોમનમેન ફાઉન્ડેશન દ્વારા મોરબીના બગથળા ગામે તમાકુ વ્યસન મુક્તિ વકતૃત્વ સ્પધૉ યોજાઈ

MORBI કોમનમેન ફાઉન્ડેશન દ્વારા મોરબીના બગથળા ગામે તમાકુ વ્યસન મુક્તિ વકતૃત્વ સ્પધૉ યોજાઈ
મોરબી તાલુકાના બગથળા ગામે તમાકુ વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામ્ય કક્ષાએ યોજાયેલ સ્પર્ધાને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો.
મોરબીને વ્યસનમુક્ત કરવાના અભિગમ સાથે કાર્યરત કોમનમેન ફાઉન્ડેશન દ્વારા તમાકુ વ્યસન મુક્તિ અભિયાનને મોરબી બાદ ગ્રામ્ય વિસ્તારમાં લઈ જઈ બગથળા ગામે નકલંગ ધામ મંદિર ખાતે ગામના ભાઈઓ-બહેનો અને યુવાનો માટે જુદા-જુદા ચાર વિભાગમાં વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ગામના ૨૫ થી વધુ યુવાનો અને બહેનોએ ભાગ લઈ અસરકારક વક્તવ્ય રજૂ કર્યુ હતું.
કાર્યક્રમમાં પ્રત્યેક વિભાગમાં ત્રણ વિજેતાઓને વિશેષ ઈનામો આપી સન્માનવામાં આવ્યા હતા તથા ભાગ લેનાર દરેકને પ્રોત્સાહક ઈનામો આપવામાં આવ્યા હતા.
આ અવસરે બગથળા નકલંગ મંદિરના મહંત દામજીભગત, કોમનમેન ફાઉન્ડેશનના ડો. સતીષભાઈ પટેલ, ડો રાકેશભાઈ તથા નિર્ણાયક તરીકે જાણીતા વક્તાશ્રી રવીન્દ્રભાઈ ત્રિવેદી, પ્રો મનહર સુદ્રા, માહિતી ખાતાના બળવંતસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન મયુરભાઈ ઠોરીયાએ કર્યુ હતું. કાર્યક્રમને સફળ બનાવવા ચંદ્રાસાલા સાહેબ, ધરતીબેન બરાસરા તથા બગથળાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિધાલયના સ્ટાફ સહિતના લોકોએ જહેમત ઉઠાવી હતી.








