સુરેન્દ્રનગર મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલ દ્વારા સત્તાવાર સ્પષ્ટતા

તા.09/11/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
કેટલાક સમાચાર માધ્યમોમાં સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી પંજાબના CMના કોન્વોયમાં ફાળવેલી એમ્બ્યુલન્સમાં પૂરતી દવા જ નહતી શીર્ષક સાથેના સમાચારો પ્રસારિત થયા હતાં આ સમાચાર અંગે મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલ સુરેન્દ્રનગર દ્વારા સત્તાવાર સ્પષ્ટતા જાહેર કરવામાં આવી છે આ અંગે મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જન શ્રી ચૈતન્ય પરમારે જણાવ્યું હતું કે આ અહેવાલો સત્યથી તદ્દન વેગળા અને તથ્યહીન છે કોન્વોય ડ્યુટી માટે નિયુક્ત કરવામાં આવેલી તબીબી ટીમ પાસે તમામ પ્રકારના ઇન્જેક્શન્સ અને આવશ્યક દવાઓ સંપૂર્ણપણે ઉપલબ્ધ હતી નિયમો અને પ્રોટોકોલ અનુસાર જ્યારે પણ સર્જન અને એનેસ્થેટિસ્ટને કોન્વોય ડ્યુટીમાં મોકલવામાં આવે છે ત્યારે તેઓ કાફલો શરૂ કરતા પહેલા એક ચોક્કસ ચેકલિસ્ટનું પાલન કરે છે આ ચેકલિસ્ટમાં દર્શાવેલી બધી દવાઓ હાજર હોય તો જ ટીમ દ્વારા કોન્વોય શરૂ કરવામાં આવે છે હોસ્પિટલ પાસે આ વાતની સાબિતી રૂપે સહી કરેલા ચેકલિસ્ટ્સ હાજર છે જેમાં એનેસ્થેટિસ્ટ અને સર્જનની સહી પણ છે આ ચેકલિસ્ટ પુષ્ટિ કરે છે કે કોન્વોય શરૂ કરતાં પહેલાં તમામ દવાઓ હાજર હતી આથી દવાઓ ઉપલબ્ધ નહોતી તેવા પ્રસિદ્ધ થયેલા સમાચારો તદ્દન ખોટા અને પાયાવિહોણા છે.




