GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

બોરું ટર્નીગ રોડ બાબતે સાંસદ અને જાગૃત નાગરીકો દ્વારા જિલ્લા કલેકટરને રજુઆત બાદ તંત્ર હરકતમાં આવ્યુ અધિકારીઓએ મુલાકાત લીધી

 

તારીખ ૨૯/૦૮/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ નગરમાંથી પસાર થતા વડોદરા શામળાજી ટોલ રોડ પર બોરું ટર્નિંગ કે જે અકસ્માત ઝોન બની ગયો છે આ જગ્યાએ છાસવારે કોઈક માનવ જીવન ગુમાવે છે.આ જગ્યાએ તાત્કાલિક અસરથી રોડ ક્રોસિંગ અથવા સર્કલ કરી અપાવવા તેમજ રોડ પરના દબાણો દૂર કરવા બાબતને લઈને પંચમહાલ ના સાંસદ રાજપાલસિંહ જાદવના નેતૃત્વમાં કાલોલના જાગૃત જનતા દ્વારા જિલ્લા કલેક્ટરને બે દિવસ અગાઉ રજુઆત કરવામાં આવી. સાંસદ અને કલેકટરે ખૂબ જ સંવેદનશીલતા સાથે રજૂઆતને ધ્યાને લઈને ખૂબ જ ઝડપથી આ સમસ્યાનું સમાધાન કરવાની ખાતરી આપી હતી જેના પરિણામે આજ રોજ કાલોલ મામલતદાર તથા નાયબ મામલતદાર, માર્ગ મકાન વિભાગ ના ઈજનેરો, ચીફ ઓફિસર કાલોલ નગરપાલિકા દ્વારા આ વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી અને અકસ્માત નિવારવા કટ આપવા, સર્કલ બનાવવા માટેની સઘન વિચારણા કરવામાં આવી હતી. જેમા કાતોલ અને બોરુ ના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા અને પોતાના સુચનો આપ્યા હતા.

Back to top button
error: Content is protected !!