AHAVADANGGUJARAT

આહવા ખાતે ડાંગ કોંગ્રેસ સમિતિએ ગૃહમંત્રી અમિત શાહને લઈને વિરોધ નોંધાવતા પોલીસે ક્રોંગ્રેસી કાર્યકરોને ડીટેન કર્યા..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સંસદમાં ડો.બાબાસાહેબ આંબેડકર ને લઈને એક નિવેદન આપવામાં આવ્યું હતુ.જેના કારણે કોંગ્રેસમાં રોષ જોવા મળી રહ્યો છે.ત્યારે ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિએ આહવા ખાતે અમિત શાહનો વિરોધ નોંધાવ્યો હતો.જોકે પોલીસે કોંગ્રેસી નેતાઓને ડીટેન કરી લીધા હતા.દેશના ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે સંસદમાં બંધારણ વિશેની ચર્ચામાં ભાગ લીધો હતો. ત્યારે અમિત શાહે પોતાના ભાષણ દરમિયાન ડૉ. બાબાસાહેબ  આંબેડકરના વારસાનો ઉલ્લેખ કર્યો  હતો અને કહ્યું હતું કે આજકાલ આંબેડકરનું નામ લેવાની ફૅશન થઈ ગઈ છે.અમિત શાહે કહ્યું કે, “હવે આ એક ફૅશન થઈ ગઈ છે. આંબેડકર, આંબેડકર, આંબેડકર, આંબેડકર… જો આટલી વખત ભગવાનનું નામ લીધુ હોત તો સ્વર્ગ મળી ગયું હોત.”અમિત શાહના સમગ્ર ભાષણના આ એક ભાગ ઉપર ભારે વિવાદ થઈ રહ્યો છે. ગૃહમંત્રી અમિત શાહના નિવેદન સામે કૉંગ્રેસ પાર્ટીના નેતા તથા લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સખત વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે આ સમગ્ર મામલે ડાંગ જિલ્લાના આહવા ખાતે ડાંગ જિલ્લા કૉંગ્રેસ સમિતિએ ગૃહમંત્રી અમિતભાઈ શાહ નાં વિરોધમાં ધરણા પ્રદર્શન કરી વિરોધ નોંધાવ્યો હતો.જોકે ડાંગ પોલીસ દ્વારા વિરોધ કરી રહેલ આગેવાનોને ડિટેન કરવામાં આવ્યા હતા. જેમાં પોલીસે ડાંગ જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ મુકેશભાઈ પટેલ,આઈ.ટી સેલના પ્રમુખ મનિષભાઈ મારકણા, યુવા  પ્રમુખ રાકેશભાઈ પવાર સહિતના કોંગ્રેસી નેતાઓને ડીટેન કરવામાં આવ્યા હતા..

Back to top button
error: Content is protected !!