GUJARATKARJANVADODARA

મૂળનિવાસી એકતા મંચ ના ૦૭ વર્ષ પૂર્ણ થતા સરકારી દવાખાના ના દર્દીઓને ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું.

કરજણ તાલુકાના ની જાહેર જનતા હિત માં કામ કરતું સંગઠન એટલે મૂળનિવાસી એકતા મંચ

નરેશપરમાર. કરજણ,

મૂળનિવાસી એકતા મંચ ના ૦૭ વર્ષ પૂર્ણ થતા સરકારી દવાખાના ના દર્દીઓને ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું..

કરજણ તાલુકાના ની જાહેર જનતા હિત માં કામ કરતું સંગઠન એટલે મૂળનિવાસી એકતા મંચ

કરજણ ખાતે આવેલ સર્કિટ હાઉસ ખાતે તારીખ ૦૩/૦૨/૨૦૧૯ ના રોજ લગભગ ૩૨ જેટલા વ્યક્તિઓ ભેગા મળી ને સઘન ચર્ચા વિચારણા કર્યા બાદ સંગઠનનું નામ મૂળનિવાસી એકતા મંચ જાહેર કરવામાં આવ્યું હતું અને તેના બંધારણ નો પણ ત્યાર જ અમલ કરવામાં આવ્યો હતો.ત્યાર થી સદાય ને માટે અવિરત પણે સંગઠનને આગળ લઈ જવા માટે સંગઠનમાં જોડાયેલા તમામ લોકોએ રાત દિવસ મહેનત કરી છે અને જ્યારે સમાજને જરૂર પડી ત્યારે મૂળનિવાસી એકતા મંચ સમાજની પડખે ઉભો રહ્યો છે.અને આજે હજારો ની સંખ્યા માં લોકો જોડાતા ગયા અને એક મોટું સંગઠન નું નિર્માણ થયું.અને હજુ આવનારા સમયમાં પણ ઉભો રહશે.. સરકાર તરફથી સમાજ ના વિરુદ્ધમાં જો કોઈ નિર્ણય કે કોઈ પરિપત્ર પાઠવતા હોય તે સમય પણ સમાજ ના હિત માં લીગલ પત્રો થતા આવેદનપત્રો પાઠવેલા છે. શિક્ષણની વાત હોય, ગુણવત્તા ની વાત હોય,સરકારી દવાખાના ની વાત હોય, ટોલનાકાની વાત હોય,આવાસ ની વાત હોય,પાણીની સમસ્યા હોય,સરકારી દવાખાના માં સ્ટાફ ની અછત હોય,સરકારી કચેરીઓ માં સ્ટાફ ની અછત હોય જેવી વિવિધ પ્રાથમિક સમસ્યા બાબતે મૂળ નિવાસી એકતા મંચ સતત પ્રયત્નશીલ રહી ને પ્રજા ના ન્યાય માટે લડતું રહે છે.કરજણ તાલુકાના તમામ સમાજ ના બાળકો ને શિક્ષણનું પ્રોત્સાહન મળે તે માટે દર વર્ષે બાળકોને ટ્રોફી અને મેડલ આપી સન્માનિત કરવામાં આવે છે. આમ જ્યારથી મૂળનિવાસી એકતા મંચ ની રચના કરવામાં આવી છે ત્યારથી લઈ આજ દિન સુધી સતત સમાજના ઉત્થાન માટે તથા તાલુકાના સર્વાંગી વિકાસ તથા લોકોની સમસ્યા બાબતે પ્રજાના વિકાસ માટે સતત લડતું રહ્યું છે અને આવનારા સમયમાં પણ આ જ રીતે સમર્ગ કરજણ તાલુકા ની જાહેર જનતા ના હિત માં કામ કરશે..સંગઠનમાં દિન પ્રતિદિન લોકો જોડતા ગયા અને આ સંગઠનને મજબૂત કરતા રહ્યા.પાયાથી લઈ અત્યાર સુધીમાં સંગઠન માં જોડાયેલા તમામ લોકોએ સાથ અને સહકાર આપેલ છે અને આવનારા સમયમાં પણ આ જ રીતે તમારો બધા અપાર પ્રેમ અને સહકાર મળે તેવી આશા અપેક્ષા રાખી છે અને આજે ૦૮ માં વર્ષ માં મંગલમય પ્રવેશ ના પ્રથમ દિવસે કરજણ તાલુકાના સામૂહિક હોસ્પિટલ ની મુલાકાત કરી હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ફ્રુટ થતા બિસ્કિટ નું વિતરણ કરવામાં આવ્યું હતું અને મૂળનિવાસી એકતા મંચ ના અઘ્યક્ષ મિનેષ એડવોકેટ કે આજ ના પ્રસંગે તમામ હોદેદારો ને શુભેચ્છાઓ પાઠવી અને આવનારા સમયમાં કરજણ તાલુકા ની જાહેર જનતા ના હિત માં અવિરત પણે કામગીરી કરતા રહીશું.

Back to top button
error: Content is protected !!