
વંદે માતરમ @ ૧૫૦
***
રાષ્ટ્રગીત વંદે માતરમ ને ૧૫૦ વર્ષ પૂર્ણ થતાં મહીસાગર જિલ્લા કલેકટર કચેરી ખાતે સામૂહિક રાષ્ટ્રગીત ગુંજનનો કાર્યક્રમ યોજાયો
***
અમીન કોઠારી, મહીસાગર
વંદેમાતરમ રાષ્ટ્રગીતના ૧૫૦ વર્ષ પૂર્ણ થતાં સામૂહિક રાષ્ટ્રગીત ગુંજન કરી ઉજવણીનો કાર્યક્રમનું આયોજન જિલ્લા પંચાયત પ્રમુખશ્રી બાબુભાઇ પટેલની ઉપસ્થિતિમાં મહીસાગર જિલ્લા સેવા સદન પરિસર ખાતે કરવામાં આવ્યુ હતું.
આ કાર્યક્રમના પ્રેરક ભાષણમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી એ જણાવ્યું હતું કે વંદે માતરમ એ આપણી રાષ્ટ્રીય ચેતનાનું પ્રતિક સમાન ગીત છે માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા આ ગીતના ૧૫૦ વર્ષ પૂર્ણ થતા સરકાર તથા સામન્ય નાગરિક આ ગીતના મહત્વ ને સમજીને ગીતનો મહિમા અને સ્વદેશીની ભાવના સ્વીકૃત કરે તે ખૂબજ જરૂરી છે.
કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા વિકાસ અધિકારીશ્રી યુવરાજ સિદ્ધાર્થ એ ગીતના મહત્વને સમજાવતા જણાવ્યું કે આ ગીત ૧૮૭૫માં આઝાદીની લડત દરમ્યાન બંકિમચંદ્ર ચેટરજી દ્વારા રચવામાં આવ્યુ. આ ગીતને રાષ્ટ્ર પ્રેમીઓ દ્વારા અપનાવવામાં આવ્યુ.મેડમ ભીખાઈજી કામએ પણ જે રાષ્ટ્ર ધ્વજનું નિર્માણ કર્યું હતું તેમ પણ શાબ્દિક રૂપે વંદેમાતરમ લખવામાં આવ્યુ હતું. ત્યારબાદ અંગ્રેજો એ પણ આ ગીતને દબાવવા માટે પ્રયત્નો કર્યા પરંતુ આ ગીત તેના આગવા શબ્દો અને ક્રાંતિકારી ભાવનાને લઈ ખૂબજ પ્રચલિત બન્યું ને આજે તેના ૧૫૦ વર્ષ પૂર્ણ થયા છે.
જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સાફિન હસન દ્વારા ગીતના મહત્વને યાદ કરતાં જણાવવામાં આવ્યુ કે રાષ્ટ્રને માતા સમાન ગણાવતા આ ગીતની રચના ૭ નવેમ્બર ૧૮૭૫ના રોજ કરવામાં આવી પ્રશંશનિય વાત છે કે અમદાવાદમાં થયેલ સ્વદેશી આંદોલનમાં પણ આ ગીતના મહત્વને સમજીને તેને અપનાવવામાં આવ્યુ હતું. તો આપણે પણ આ ગીતના મહત્વને સમજીએ અને આપણે સ્વદેશી અપનાવીએ. આજે જ્યારે દેશ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં પ્રગતિના પંથે છે ત્યારે આપણે સ્વદેશી અપનાવી સ્વદેશી ક્ષેત્રે પણ પ્રગતિ કરીએ તેવી આશા વ્યકત કરું છું.
આ કાર્યક્રમના જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રીમતી નંદાબેન, અધિક નિવાસી કલેકટરશ્રી સી. વી. લટા તથા જિલ્લાના અન્ય અધિકારીશ્રીઓ તેમજ કર્મચારીશ્રીઓએ સ્વદેશીની સપથ લીધા.





