AMRELIGUJARATSAVARKUNDALA

સાવરકુંડલાના નિવૃત ફૌજી દ્વારા નવરાત્રીના પ્રથમ દિવસે પોતાના વિસ્તારના 1100 પરીવારો ને માતાજી નો ફોટો અને ચૂંદડી અર્પણ કરી

અનોખું કાર્ય.

સાવરકુંડલાના નિવૃત ફૌજી દ્વારા નવરાત્રીના પ્રથમ દિવસે પોતાના વિસ્તારના 1100 પરીવારો ને માતાજી નો ફોટો અને ચૂંદડી અર્પણ કરી.

ઘરે ઘરે નવરાત્રીમાં નવ દુર્ગાનું પૂજન અર્ચન થાય તેવા ઉમદા હેતુથી વિતરણ કરવામાં આવ્યું.

સાવરકુંડલા શહેરના શીવાજીનગર માં રહેતા અને બોડર સિક્યુરિટી ફોર્સ બી.એસ.એફ.માં 20 વર્ષ સુધી દેશની સરહદોનું રક્ષણ કરી રાષ્ટ્રસેવા કરનાર અતુલભાઈ જાની દ્વારા સાવરકુંડલા નગરપાલિકાના વોર્ડ બેમાં પોતાના વિસ્તારોમાં નવરાત્રીના પ્રથમ દિવસે 1100 પરીવારો ને લોકોના ઘરે ઘરે જઈને નવરાત્રીમાં માતાજીના નવ સ્વરૂપો અને માઁ અંબા નો ફોટો તથા માતાજીની ચૂંદડી અર્પણ કરવામાં આવી હતી જેની લોકોએ આસ્થા ભેર સ્વીકાર કરીને પોતાના ઘરે મંદિરમાં ફોટોનું નવરાત્રી દરમિયાન પૂજન, અર્ચન, આરતી, થાળ કરવામાં આવશે.
સાવરકુંડલાના નિવૃત ફૌજી અને સમસ્ત બ્રહ્મ સમાજના અગ્રણી અતુલભાઈ જાની દ્વારા શહેરના શિવાજીનગર, ભુવા રોડ, ઝીંઝુડા ગેઈટ, અમૃતવેલ ગેઈટ, આડી, જલારામ મંદિર વિસ્તાર, પીપરવાડી, શ્રમજીવી નગર વગેરે વિસ્તારોમાં રહેતા 1100 પરીવારોના ઘરે ઘરે જઈને માતાજીની છબી તેમજ ચુંદડી વિતરણમાં અતુલભાઈ જાની, કમલેશભાઈ રાઠોડ, ભાવેશભાઈ નનેરા, ભરતભાઈ વાઘેલા, લાલભાઈ દેગામાં, મનીષભાઈ ચૌહાણ, હિતેષભાઈ ઠુમ્મર વગેરે સેવાભાવી યુવાનો જોડાયા હતા નવરાત્રીમાં પ્રથમ નોરતા નિમિતે લોકોને પોતાના ઘર આંગણે માં અંબા અને માતાજીના નવ સ્વરૂપોના દર્શનીય આબેહૂબ પ્રતિમા પ્રાપ્ત થતા લોકોએ પણ નિવૃત ફૌજીને અભિનંદન આપ્યા હતા અને આવા ધર્મના કાર્ય બદલ આશીવર્ચન પાઠવ્યા હતા.

ફોટો / રિપોર્ટ.- અમિતગીરી જર્નાલીસ્ટ – સાવરકુંડલા

Back to top button
error: Content is protected !!