GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
ગુરુપૂર્ણિમા નાં પાવન દિવસે સાંસદે દેવપુરા ખાતે વિક્રમદાસજી મહારાજના આશીર્વાદ લીધા અને મલાવ ખાતે કૃપાલુ સમાધિ મંદિર ખાતે દર્શન કર્યા

તારીખ ૧૧/૦૭/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
ગુરૂ પૂર્ણિમાના દિવસ નિમિતે ભાજપના સૌ પદાધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.પંચમહાલ જિલ્લાના ના સાંસદ રાજપાલસિંહ જાદવ, એપીએમસીના ચેરમેન ધર્મેન્દ્રસિંહ રાઠોડ ,ભારતીય જનતા પાર્ટી કાલોલ તાલુકા ના પ્રમુખ મહિદીપસિંહ ગોહિલ, જીલ્લા યુવા મોરચાના ઉપપ્રમુખ વીરેન્દ્રસિંહ તમામ કાર્યકર્તાઓ તથા પાર્ટીના સૌ પદાધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતા.સાથે ગુરુપૂર્ણિમા નાં પાવન દિવસે કાલોલ તાલુકાના દેવપુરા ખાતે વિક્રમદાસ મહારાજ જીના આશીર્વાદ લીધા અને મલાવ ખાતે કૃપાલુ સમાધિ મંદિર ખાતે દર્શન કર્યા હતા.









