GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ નગરપાલિકાની ચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે ભાજપ કોંગ્રેસ અને અપક્ષોએ એડીચોટું નુ જોર લગાવ્યો.

તારીખ ૧૪/૦૨/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
સ્થાનિક સ્વરાજ નગરપાલિકા ની ચૂંટણી માટે ૧૬ ફેબ્રુઆરી એ મતદાનની તારીખ હોય આજરોજ શુક્રવારે પ્રચારનો છેલ્લો દિવસ હોવાથી ભાજપના ૧૭ ઉમેદવારો કોંગ્રેસ પાર્ટીના ૦૬ ઉમેદવારો અને અપક્ષના ૩૪ ઉમેદવારો મેદાનમાં છે ત્યારે પોતપોતાના મનપસંદ ઉમેદવારો માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે જેમાં કાલોલ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં સાત બેઠકો બિનહરીફ જાહેર થતા સાત વોર્ડની એકવીસ બેઠકો માટે પ્રચાર પ્રસારના અંતિમ દિવસે ઢોલ નગારા સાથે વાજતે ગાજતે ઢોર ટુ ડોર પ્રચાર પ્રસાર માટે ભાજપ-કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અને અપક્ષ ઉમેદવારોનાં ટેકેદારો દ્વારા વિવિધ વોર્ડ વાઇજ અને મુખ્ય માર્ગો પર રેલી કાઢી લોકસંપર્ક યાત્રા જોરશોરથી પ્રચાર પ્રસાર અંતિમ દિવસે નીકાળવામાં આવી હતી.





