અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
મોડાસા :મધુવન સોસાયટી ખાતે નોરતાં ના છેલ્લા દીવસે ઓપરેશન સિંદૂર થીમ પર લોકો ગરબે ઘુમ્યા
મોડાસાની મધુવન સોસાયટી ખાતે નોરતાં ના છેલ્લા દીવસે ઓપરેશન સિંદૂર થીમ પર લોકો ગરબે ઘુમ્યા દેશભક્તિ નો માહોલ જોવા મળ્યો માહોલ સાથે સોસાયટી માં રહીશો એ દસ દિવસ માતાજીની આરાધના કરી હતી સાથે છેલ્લા દિવસે મધુવન સોસાયટીમાં સૌ કોઈ નાના બાળકો થી લઈ યુવાનો બહેનો ભાઈઓ,વડીલો, તેમજ વૃદ્ધો ઓપરેશન સિંદૂર થીમ પર હાથમાં રાષ્ટ્રધ્વજ લઈ સૌ કોઈ ગરબે ઘુમ્યા હતા જેમાં ગરબે ઘૂમી છેલ્લે રાષ્ટ્રગીત ગાઈ ને ઉજવણી કરી હતી આમ નવરાત્રીના છેલ્લા દિવસે એક અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી