સંતરામપુર નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી પરત ખેંચવાના છેલ્લા દિવસે ૭૦ ઉમેદવારો ચૂંટણી લડશે.l
સંતરામપુર નગરપાલિકા ની યોજાયેલ ચૂંટણીમાં આજે ઉમેદવારી પરત ખેંચવાના છેલ્લા દિવસે કુલ સાત ફોમૅ પરત ખેંચાતા આ ચુંટણીમાં સીત્તેર ઉમેદવારો ચુંટણી જંગમાં જોવા મળે છે.
અમીન કોઠારી મહીસાગર
ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના આજે અંતિમ દિવસ હોય આજે વોર્ડ નં.ર માંથી એક તથા વોર્ડ નં.ચાર માંથી બે ફોર્મ તયા વોર્ડ નં.પાચ માં થી બે ફોર્મ તથા વોર્ડ નં.છ માંથી બે ફોર્મ પરત ખેંચાયા હતાં.
આ ચુંટણીમાં કોંગ્રેસ ને ભાજપ અને અપક્ષો ને આમ આદમી પાર્ટી વચ્ચે ખરાખરીનો જંગ ખેલાશે.
આ ચુંટણીમાં વોર્ડ નં.એક માં દસ ઉમેદવારો ને વોર્ડ નં.બે માં તેર ઉમેદવારો ને વોર્ડ નં.ત્રણ માં બાર ઉમેદવારો ને વોર્ડ નં.ચારમા અંગીકાર ઉમેદવારો ને વોર્ડ નં.પાચ માં દસ ઉમેદવારો ને વોર્ડ નં.છ માં દસ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો ચુંટણી જંગ જોવા મળે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, નગરપાલિકા સંતરામપુર ની ચુંટણી માં હાલ કોઈ ઉત્સાહ કે ઉમંગ કે ગરમાવો મતદારો માં કે ઉમેદવારો કે તેમના ટેકેદારો માં જોવા મળતો નથી
સંતરામપુર નગરમાં હાલ ચુંટણી નું વાતાવરણ કે ચુંટણી નો ગરમાવો જોવા મળતો નથી.તેમજ ચુંટણી પ્રચાર માં પણ નીરસતા જણાય છે.
સંતરામપુર નગરપાલિકા માં ચાલતું એકહથ્થુ શાસન થી ને નગરપાલિકા માં ફાલેલ ભષ્ટ્રાચાર ને ટકાવારી નાં ખેલો માં નગરના વિકાસ નાં કામો હલકી કક્ષાનાં ને હલકી ગુણવત્તા વાળા થતાં ને નગરમાં વિકાસ ના નામે શુન્યતા જોવા મળતી હોય નગરનાં વિવિધ પ્રશ્ર્નો પ્રત્યે નગરપાલિકા ના ભુતકાળ નાં ચુંટાયેલા પ્રતિનિધિઓ અને વહીવટદાર ને ચીફ ઓફિસર ની ઉદાસીનતા ને નગરપાલિકા દ્વારા આંતરે દિવસે નળ દ્વારા પાણી આપીને બાર મહિના નો પાણી વેરો વસૂલવા ની નીતિરીતિ સામે નગરજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
જેની સીધી અસર આ ચુંટણીમાં પડે તેમ જણાઈ રહ્યું છે.
આ ચુંટણીમાં છ વોડૅ ની ચોવીસ બેઠકો માટે કુલ સીત્તેર મુરતિયાઓ ચુંટણી જંગમાં ઝંપલાવ્યું છે.આ ચુંટણી ભારે રસાકસીભરી ને ચોંકાવનારાં પરીણામો વાળી નિવડે તેમ જણાય છે.