ARAVALLIGUJARATMODASA

અરવલ્લી – રાષ્ટ્રીય રમત-ગમત દિવસ નિમિત્તે અરવલ્લી જિલ્લામાં ‘ખેલો ઇન્ડિયા સંવાદ’ યોજાયો

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી – રાષ્ટ્રીય રમત-ગમત દિવસ નિમિત્તે અરવલ્લી જિલ્લામાં ‘ખેલો ઇન્ડિયા સંવાદ’ યોજાયો

અરવલ્લી જિલ્લામાં રાષ્ટ્રીય રમત-ગમત દિવસની ઉજવણીના ભાગરૂપે ભારત સરકારના યુવા કાર્ય અને રમતગમત મંત્રાલય, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) તથા નેશનલ સર્વિસ સ્કીમ (NSS)ના સંયુક્ત ઉપક્રમે ‘ખેલો ઇન્ડિયા સંવાદ – ખેલ કી બાત, પીએમ મોદી કે સાથ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અરવલ્લી જિલ્લામાં સર પી.ટી. સાયન્સ કોલેજ, મોડાસા તથા ગવર્નમેન્ટ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, મેઘરજ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો.કાર્યક્રમ દરમિયાન દેશના યુવાનો સાથે રમતગમત ક્ષેત્રે નવી તકો, ખેલાડીઓ માટેની વિવિધ યોજનાઓ, રમતગમતમાં કારકિર્દીની તકો તેમજ તંદુરસ્ત અને વિકસિત ભારતના નિર્માણમાં યુવાનોની ભૂમિકા અંગે માર્ગદર્શન અને માહિતી આપવામાં આવી હતી.

‘ખેલો ઇન્ડિયા’ અભિયાન અંતર્ગત યુવાનોમાં રમતગમત પ્રત્યેની રૂચિ વધારવા, રમતવીરોને પ્રોત્સાહન આપવા તથા ‘ખેલો ઇન્ડિયા, ખેલેગા ભારત, બનેગા અગ્રેસર’ના સંદેશને જન-જન સુધી પહોંચાડવાના હેતુથી સંવાદાત્મક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં યુવાનો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રમતગમતને જીવનશૈલીનો અભિન્ન હિસ્સો બનાવી સ્વસ્થ ભારત અને વિકસિત ભારતના નિર્માણમાં સક્રિય યોગદાન આપવા સૌને પ્રેરણા આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે યુવાનોને રમતગમત ક્ષેત્રે આગળ વધવા, શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા તેમજ રાષ્ટ્ર નિર્માણમાં પોતાની ભૂમિકા નિભાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

Back to top button
error: Content is protected !!